ગોંડલ થી દર રવિવારે બપોરે મુંબઇ જતી વેરાવળ બાંદ્રા અને ઇન્દોર થી વેરાવળ ટ્રેન ને ગોંડલ ખાતે સ્ટોપેજ આપવાની માગણી ઉઠવા પામી છે
આ અંગે ડિવિઝનલ ઓફિસ પશ્ચિમ રેલવે ભાવનગર ગોંડલ ને આ ટ્રેનનો લાભ મળે તો રેલવેની આવક વધે અને ગોંડલ મુંબઈ તથા ઇન્દોર તરફ જતાં લોકોની સુવિધા મળે તેવી રેલવે બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય વિનુભાઈ વસાણી એ રજૂઆત કરી છે

રમાનાથ ધામ, ભુવનેશ્વરી મંદિર તેમજ વિશ્વ વિખ્યાત અક્ષર મંદિર, ઉદ્યોગિક એકમો આવેલા હોવાથી મુંબઇ સાથે ગોંડલ આર્થિક રીતે સંકળાયેલું છે જે થી મુંબઈ જવા આવવા માટે ગોંડલના લોકોને બીજી ટ્રેનનો લાભ મળે તેથી રેલવે તંત્ર તુરંત આ લોકડાઉન પછી શરૂ થયેલી લાંબા અંતરની ટ્રેન સ્ટોપ આપવામાં આવે તેવી તાતી જરૂરિયાત હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.