વિમાનમાં હવે મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ શકશે : જાણો કઈ કંપની આપશે આ સુવિધા

0
105

જિયો અને પેનાસોનિક એવિયોનિક્સ કોર્પોરેશનની પેટાકંપની એરોમોબાઇલ સહયોગથી  જિયોના પોસ્ટપેઇડ પ્લસ યુઝર્સ માટે ભારતની પહેલી ઇન-ફ્લાઇટ મોબાઇલ સેવાઓ લોન્ચ કરી રહ્યું છે. જિયોની આ સેવા ભારતીય મુસાફરો જ્યારે વિદેશ પ્રવાસ કરશે ત્યારે વિમાનમાં મુસાફરી કરતી વખતે પોસાય તેવા ભાવે ફ્લાઇટમાં જ વોઇસ અને ડેટા સર્વિસીઝનો લાભ લઈ શકશે.

હાલમાં ઇન-ફ્લાઇટ સર્વિસીઝ એમના માટે ઉપલબ્ધ છે જે ભારતીયો વિદેશ પ્રવાસે જાય છે. જ્યારથી ભારતીય એરસ્પેસમાં આ સેવાઓ ઉપલબ્ધ થશે ત્યારે જિયોના ગ્રાહકો આ સેવા મેળવનારા સૌપ્રથમ ગ્રાહકો બનશે.  જેનાથી ભારતમાં પણ વિમાન મુસાફરી કરતી વખતે ચાલુ વિમાને ગ્રાહકો પોતાના સ્વજનો સાથે સંપર્કમાં રહી શકશે.

ઇન-ફ્લાઇટ રોમિંગ સેવાઓ લોન્ચ કરનાર જિયો સૌપ્રથમ ઓપરેટર બનતાં ટેલિકોમ ક્ષેત્રના બજારમાં નવીનતમ સેવાઓ પૂરી પાડનાર અને ટેક્નોલોજી અગ્રણીની જિયોની ભૂમિકા વધુ મજબૂત બનશે. એ સાથે જ 400 મિલિયનના મજબૂત યુઝર બેઝને સ્પધર્ત્મિક સેવાઓનું વધુ મૂલ્ય અને બહેતર અનુભવ પણ મળશે.

જિયોના ડિરેક્ટર આકાશ અંબાણી કહ્યું હતું કે, આ સાથે જિયો પોસ્ટપેઇડ પ્લસ ટેલિકોમ ક્ષેત્રને નવો આયામ અને ગુણવત્તાસભર અનુભવ આપી રહ્યું છે. એરોમોબાઇલ સાથે અમારી ભાગીદારીથી હવે અમે ઇન-ફ્લાઇટ રોમિંગ સેવાઓ આકર્ષક ભાવે ઓફર કરીશું. અમારા ગ્રાહકો માટે આ નવી સેવા લાવતાં અમે ખૂબ જ આનંદિત છીએ. તેનાથી 20,000 ફૂટની ઊંચાઈએ કોઈપણ વિક્ષેપ વગર, ઉચ્ચ ગુણવત્તાસભર અને સુરક્ષિત રોમિંગ સેવાઓ માણી શકાશે. તેનાથી જિયો પોસ્ટપેઇડ પ્લસ યુઝર્સ હંમેશા કનેક્ટેડ રહેશે.

કેવિન રોજર્સ, સિનિયર ડિરેક્ટર મોબિલિટી પેનાસોનિક એવિયોનિક્સ, સીઈઓએરોમોબાઇલે કહ્યું હતું કે, અમે જિયો સાથે ભાગીદારી કરી આનંદિત છીએ અને અમારી કનેક્ટિવિટી સેવાઓ ભારત સુધી વિસ્તારી રહ્યા છીએ. નવા ઇન-ફ્લાઇટ રોમિંગ બંડલ સાથે જિયો પોસ્ટપેઇડ પ્લસ ગ્રાહકોએ મુસાફરી દરમિયાન કનેક્ટિવિટી માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બજારનું નેતૃત્વ કરનારું આ નવું સમીકરણ ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટેનું સાતત્યપૂર્ણ સમર્પણ બતાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here