રાજકોટ ઇન્કમટેક્સમાં ઇ-અપીલ શરૂ પેન્ડિંગ 6000 કેસનો હવે ફટાફટ નિકાલ

0
117

રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગમાં ઇ-અપીલ શરૂ થઇ જતા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા 6000 જેટલા ને કેસ ને ગતિ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બરથી દેશભરમાં ફેસલેસ અપીલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજકોટ સહિત રાજ્યભરમાં આ સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે.

ઇન્કમટેક્સ વિભાગ ના જણાવ્યા મુજબ,ફેસલેસ અપીલ થી વર્ષો જૂના ઇન્કમટેક્સના કેસ કે જેનો ભરાવો થઈ ગયો હતો તે હવે ફટાફટ હાથ પર આવશે અને તેની હિયરિંગ પ્રક્રિયા સાથે આગળની કાર્યવાહી પણ જેટ ગતિએ આગળ વધશે. આ મુદ્દે નાણામંત્રાલયએ જણાવ્યું હતું કે, ફેસલેસ અપીલ હેઠળ આંતરરાષ્ટ્રીય કર અને બ્લેક મની એક્ટ હેઠળ સંબંધિત અપીલને બાદ કરતા ફેસલેસ ઇકો સિસ્ટમ હેઠળ તમામ આવક વેરાની અપીલને એક રૂપ માં આવરી લેવાઇ છે.

છેલ્લા થોડા સમયથી આવકવેરા વિભાગે કર પ્રક્રિયા સરળ અને કરદાતાઓને પણ તેનું પાલન કરવામાં સુવિધા મળે તે માટે સીધા કર માં ઘણા ફેરફારો કયર્િ છે. આ ઓનલાઇન સીસ્ટમમાં ડેટા એનાલિટિક્સ અને આધારભૂત સૂત્રો દ્વારા કેસ ની ફાળવણી નો સમાવેશ નોટિસના કેન્દ્રીય જારી કરણ સાથે કરવામાં આવશે જેમાં દસ્તાવેજ ઓળખ નંબર એટલે કે ડી આઈ એન હશે.

  • દેશના ગમે તે ખૂણેથી અપીલ કમિશનર હિઅરીંગ કરશે

ફેસલેસ અપીલ રાજકોટ ઇન્કમટેક્સમાં પણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ રીજીયન હેઠળ અત્યાર સુધીમાં છ હજાર જેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે તે હવે આગળ વધશે તેવી પૂરી સંભાવના છે. રાજકોટના વરિષ્ઠ ટેકસ ક્ધસલ્ટન્ટ રણજીત લાલચંદાણીએ જણાવ્યું હતું કે હવેથી આ સિસ્ટમ ઓપરેટ થતા રાજકોટ અપીલનો કેસ અને તેનું હિયરિંગ અન્ય શહેરોમાં બેઠેલા આવકવેરા ના અધિકારીઓ કરશે. આ સિસ્ટમથી અપીલની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે જે સૌથી મોટો ફાયદો છે તો બીજી તરફ કમ્યુનિકેશન ના પ્રશ્નો પણ ઉભા થાય તેવી શક્યતાઓ છે . આ કામગીરીમાં વધુ કાર્યક્ષમતા પારદર્શિતા અને જવાબદારી આપવામાં પણ નવી સિસ્ટમ મહત્વપૂર્ણ બનશે તેમ તેઓએ જણાવ્યું હતું.

  • હવે અપીલ કરનાર અને ઇન્કમટેક્સ વચ્ચે કોઈ ત્રીજું કોઈ નહીં

ફેસલેસ અપીલ્સ હેઠળ હવેથી આવકવેરાની અપીલમાં અપીલની ઓનલાઇન નોટીસ થી લઈ વેરિફિકેશન અને સુનાવણી સુધીની તમામ પ્રક્રિયામાં માત્ર અને માત્ર અપીલ કરનારને અસીલ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સિવાય પ્રત્યક્ષ રીતે ત્રીજું કોઈ વ્યક્તિ સામેલ નહીં થઈ શકે, આ આખી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેશે. જેને લઇને અત્યાર સુધી અપીલ પ્રક્રિયાના પુરા તબક્કામાં અલગ-અલગ અધિકારીઓ ની ભૂમિકા રહેતી હતી તેના સ્થાને માત્ર અને માત્ર હવે અસીલ અને ડિપાર્ટમેન્ટ માં તપાસ કરનાર અધિકારી ને જ સીધો સંપર્ક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here