તમે સરકારની આ સ્કીમનો લાભ લીધો છે તો ચેતી જજો, કેમ કે સરકાર પૈસા પાછા વસૂલી રહી છે

0
654
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં ભ્રષ્ટાચારના મામલે સરકારે લાલ આંખ કરી છે. ખેડૂત ન હોવા છતાં રૂપિયા ઉપાડી લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે સરકાર. સરકાર તેમની પાસેથી એક એક રુપિયો વસૂલશે. જાણો શું છે સરકારનો પ્લાન.
  • ખેડૂત ન હોવા છતા રૂપિયા ઉપાડી લેનારાઓ સામે થશે કાર્યવાહી
  • સરકાર એક એક રૂપિયાની કરશે વસૂલાત
  • ખેતીની સાથે અન્ય વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિને નહી મળે લાભ

કિસાન સન્માન નિધિમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો  થયો હતો. સરકાર તેને લઈને તપાસ કરી રહી છે. તેમજ સરકાર એક એક રૂપિયાની  વસૂલાત કરશે.  લાખો નકલી લાભાર્થીઓના ખાતામાં  સહાય જમા થઈ હતી. 

કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા લેખે સહાય આપી રહી છે. ત્યારે જે ખેડૂતના નામે જમીન હશે તેને જ લાભ અપાશે. એક પરિવારમાંથી એક વ્યક્તિને જ સહાય મળશે. એટલું જ નહીં ખેતીની સાથે અન્ય વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિને  લાભ નહી મળે. 

આ ગેરરીતિ કરનારા કર્મચારીઓ અને ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે આના હકદાર નથી તેમને પૈસા નહીં મળે. જો કોઈએ નિયમને નેવે મુકીને ખોટી રીતે લાભ લીધો છે જેમની પાસેથી પૈસા વસૂલાશે.

કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાનુંસાર ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને એક  સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં લાગ્યા છે. સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે અસલી ખેડૂત પરિવારની ઓળખ કરવાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારોની રહશે. તમિલનાડુએ આ અંગે કામ ચાલુ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here