રાજકોટમાં 24 કલાકમાં 8નાં મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 8797 પર પહોંચી, 300થી વધુ દર્દી ઓક્સિજન અને વેન્ટિલેટર પર

0
99
  • સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો

રાજકોટમાં 24 કલાકમાં 8 દર્દીના મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 8797 પર પહોંચી ગઈ છે. બે દિવસ પહેલા મૃત્યુ દર ઘટીને 24 કલાકમાં 9 મોત થતા તંત્રએ રાહત અનુભવી હતી પણ તેની બીજી જ 24 કલાકમાં 17 મોત એટલે કે લગભગ બે ગણાં મોત થતા ફરીથી તંત્ર ચિંતામાં મુકાયું હતું. ત્યારે આજે 28 કલાકમાં 8 દર્દીના મોત થયા છે. રાજકોટમાં હવે નવા કેસની સંખ્યા નોંધવામાં ક્રમશ: વધારો થયો હોવાનું લાગી રહ્યું છે.

રાજકોટમાં કુલ 5984 કેસ નોંધાયા
તંત્રના ચોપડે સોમવારની સ્થિતિએ નવા 165 કેસ આવ્યા હતા જયારે 115 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં કુલ 5984 કેસ નોંધાયા છે. હાલની સ્થિતિએ મોટાભાગના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અથવા હોમ ક્વોરન્ટાઈન છે. સિવિલ હોસ્પિટલમાં 350 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે. તેમાંથી મોટાભાગના ગંભીર સ્થિતિમાં છે. 300 કરતા વધુ દર્દીઓ તો ઓક્સિજન પર જ રાખવામાં આવ્યા છે. આ કારણે હજુ પણ ગંભીર દર્દીઓ વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

14 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતું મનપા
મનપાએ શહેરમાં વધુ 14 જેટલા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા હાલ કુલ સંખ્યા 98 થઇ છે. રાજકોટમાં સોપાન હાઇટ, ઓસ્કાર સિટી સાધુ વાસવાણી રોડ, સોમનાથ સોસાયટી, કિડવાઇનગર મેઇન રોડ, સાંનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ નાનામવા રોડ, સૂર્યોદય સોસાયટી કાલાવડ રોડ, સાંકેત પાર્ક 150 ફૂટ રિંગ રોડ, પ્રગતિ સોસાયટી, અમૃતધારા એપાર્ટમેન્ટ, માસ્તર સોસાયટી, મારુતિનગર બિગબજાર પાસે તેમજ શાંતિનગરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે.

તારીખમોતની સંખ્યા
28 સપ્ટેમ્બર17
27 સપ્ટેમ્બર9
26 સપ્ટેમ્બર15
25 સપ્ટેમ્બર12
24 સપ્ટેમ્બર16
23 સપ્ટેમ્બર17
22 સપ્ટેમ્બર19
21 સપ્ટેમ્બર21
20 સપ્ટેમ્બર21

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here