વડોદરામાં 5 માળની નિમર્ણિધિન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત

0
121

ગુજરાતના વડોદરામાં મોડી રાત્રે 3 વાગે બાવામાન પુરા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 વ્યક્તિઓ દબાયા હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં ત્રણ મજૂંરોના મોત થયા છે, જ્યારે બાકી ઘાયલ લોકોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાણીગેટના બાવામાનપુરામાં મોડીરાત્રે એક 5 માળની બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી. બિલ્ડિંગના કાટમાળમાં 7 લોકો દટાયા હતા, આ ઘટના મોડીરાત્રે બનતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. રાત્રે 7 પૈકી 1 બાળક સહિત 3નું રેસ્ક્યૂ કરાયું હતું. બાકીના 6 વ્યક્તિઓની શોધખોળ ચાલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here