જસદણ તાલુકાના ગોખલાણા ગામે તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો

0
128

જસદણ તાલુકાના ગોખલાણા ગામે રહેતા વનરાજ રામજીભાઈખેતરીયા ઉ 23 નામ ના યુવાન ની ગોખલાણા ગામે આવેલા, તળાવ માથી સાંજના સુમારે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી આ બનાવની જાણ થતાં જસદણ ફાયર બ્રિગેડ દોડી ગયા હતા અને એક કલાક જહેમત બાદ , મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાસ્થળે જસદણ પોલીસ મથકના પી એસ આઈ કોડિયાતર અને રાઈટર મયુરભાઈ સહિત દોડી ગયા હતા અને યુવાન ની લાશને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાન તળાવ માં ઝંપલાવ્યું આપઘાત કર્યો છે કે પછી તળાવ માં નહાવા પડયો બાદ ડુબી ગયો છે વગેરે દીશા જસદણ પોલીસ તપાસ નો ઘમઘમાટ શરું કર્યો છે વઘારે તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here