જૂનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના દેવગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા કેળાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરતા ખેડૂત

0
341

જૂનાગઢ જીલ્લાના માળિયા હાટીનાના દેવગામ ના ખેડુત શ્રી મહીપતસિહ કરશનભાઇ જનંકાતએ પોતાની કોઠા સુજ થી ગાય આઘારિત ઓર્ગેનિક ખેતી કરી ને સમાજ ને નવો રાહ ચિંધ્યો છે આપણે વાત કરીશુ એક એવા ખેડુતની કે જેમણે કૃષિક્ષેત્રે સંપૂર્ણ દેશી છાનીયું ખાતર અને ગૌ મુત્ર અને અલગ અલગ વનસ્પતિ ના પાંદડા નો ઉપયોગ કરી છેલ્લા પાંચ થી સાત વર્ષમાં તેમની ખેત પેદાશ અને જમીન ને ઝેર મુકત કરી આંબા કેળ અને નાળિયેર જેવા બાગાયતી પાક મેળવી વિપુલ પ્રમાણમાં ગુણવત્તા વાળો પાક તૈયાર કરી ઘર બેઠા વેચાણ કરીને લોકો ને ઓર્ગેનિક અને સારી વસ્તુ મળી રહે સાથે સાથે વચેટીયા દલાલો ના હોય ગ્રાહકોને ખેડુત પાસે થી ડાયરેક્ટ ઝાડ પરથી જ સારી ગુણવત્તા વાળો પાક ઉતારી ને વેચાણ કરવામા આવતા કૃષિ ક્ષેત્રે બીજા ખેડુતો પણ આ ટાઈપની ખેતી કરવા પ્રેરાય તે માટે તેમના તરફથી ખેડુતશિબીર તેમજ અંગત માર્ગદર્શન પણ આપવામાં આવે છે ચાલુ વર્ષે તેઓએ ગૌ આઘારિત ખેતી કરી પ્યોર ઓર્ગેનિક કેળા નો વિપુલમાત્રા મા પાક મેળવીને ખેડુતઓમા ઉતમ ખેતી કેમ કરવી તેનુ ઉદાહરણ પુરુ પાડેલ છે


અહેવાલ:- અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશોદ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here