ઘણા ગ્રામજનોએ મોબાઈલ માં વિડીયો શુટીંગ કર્યા હોય વિડીયો વાયરલ થયા
તા.13, ગોંડલ: તાલુકાના અનિડા ભાલોડી ગામે બુધવારના રાત્રે 9:00 કલાકે અચાનક આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાવા પામ્યો હતો ગામના કેટલાક યુવાનો દ્વારા તાકીદે મોબાઇલમાં વિડીયો શુટીંગ કરવામાં આવ્યું હતું આ તકે ઘણા લોકોએ તર્કવિતર્કો સાથે કહ્યું હતું કે કોઈ ઊંચાઈએ પ્લેન ઉડી રહ્યું છે અને તેમાંથી અગન ગોળા છોડવામાં આવી રહ્યા છે જ્યારે વાસ્તવમાં વિડીયો શુટીંગ માં પણ આવી જ રીતે અલગ અલગ ઘટનાઓ દેખાઈ રહી છે
ગોંડલના પત્રકાર દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને જાણ કરાતા તેઓ દ્વારા રાજકોટ કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તાકીદની જાણ કરવામાં આવી હતી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજયસિંહ જાડેજા દ્વારા પણ આશ્ચર્ય ભરી ઘટના હોવાનું જણાવાયું હતું.
(અહેવાલ : નરેન્દ્ર પટેલ -ગોંડલ)