ગોંડલ / જુના માર્કેટિંગ યાર્ડમાં નાગરવેલનાં પાનની દુકાનમાં પોલીસનો દરોડો

0
836

તા.15, ગોંડલ: કોરોના કહેર અને લોકડાઉન ત્રણના અંતિમ ચરણમાં ગોંડલમાં બજારો લોકમેળાની જેમ ધમધમી રહી હોય ત્યારે શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ તુલસી પાન સપ્લાયર્સ ની દુકાન ખુલ્લી હોય સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે એન રામાનુજને જાણ થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા દુકાન માલિક ઘનશ્યામ તુલસીદાસ ખોડાણી રહે રાધાકૃષ્ણ નગર ગોંડલ વાળા ઓ દ્વારા મોઢે માસ્ક કે હાથમાં ગ્લોઝ પહેરવામાં આવ્યા ન હોય તેમજ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના આ દરોડા દરમ્યાન તુલસી પાન સપ્લાયરની દુકાનમાંથી માત્ર નાગરવેલનાં પાન જ મળ્યા હતા, સોપારી, તમાકુ કે ગુટખા નો જથ્થો મળ્યો ન હતો, તાજેતરમાં જ શહેરમાં તમાકુ સોપારી તેમજ ગુટખા ના હોલસેલ ની ત્રણ દુકાનો સીલ થવા પામી હતી બાદમાં છ દુકાનદારો એ પણ સ્વૈચ્છિક દુકાનો સીલ કરવી હતી તેમ છતાં પણ નાગરવેલનાં પાન નો ધીકતો ધંધો ચાલી રહ્યો હોય પોલીસ માટે તપાસ નો વિષય બની જવા પામ્યો છે કે રોજિંદા બહોળી સંખ્યામાં નાગરવેલ ના પાન આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં ?

(અહેવાલ: નરેન્દ્ર પટેલ-ગોંડલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here