નાઇટ રાઉન્ડ દરમ્યાન ઓટો રિક્ષાની ચોરી કરતા રીઢા ગુન્હેગારને LIVE ઝડપી પાડતી વેરાવળ સીટી પોલીસ

0
177

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.મનીન્દર પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનિશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ/ચોરી/લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર ની સુચના અન્વયે વણ શોધાયેલ ગુના તથા ગુનેગારોને શોધવા તથા ના.રા. માં બનતા ઘરફોડ/ચોરી/લુંટના ગુન્હાઓ અટકાવવા સારૂ સખત સુચનાઓ આાપેલ હોય જે અન્વયે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેશોધાયેલપો.સબ.ઇન્સ એચ.બી.મુસાર તથા એ.એસ.આઇ. સરતાજભાઇ ઓસમાણભાઇ તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેઙકોન્સ. દેવદાનભાઇ માણંદભાઇ તથા નટુભા ભાભલુભા તથા મયુરભાઇ મેપાભાઇ તથા પો.કોન્સ. પ્રવિણભાઇ હમીરભાઇ તથા ડ્રા.પો.કોન્સ. ભૂપતસિંહ પરમાર નાઓએ તા.૨૮/૦૯/૨૦૨૦ ના રોજ વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. સરતાજભાઇ ઓસમાણભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી (૧)વસીમ ઉર્ફે ભુરો ગુલાબશા શાહમદાર રહે બાગે રહેમત વેરાવળ તથા (૨) નાસી જનાર શરીફ ઇકબાલભાઇ ચીનાઇ રહે.વેરાવળ મદીના પાર્ક વાળાઓ ફરીયાદી મહમદભાઇ આમદભાઇ ઠેકીયા રહે.વેરાવળ વાળાના મકાન બહાર રાખેલ ઓટો રિક્ષા રજી.નં. રજી. નં. જીજે-૦૭-ઝેડ-૦૫૭૮ ને ધકકો મારી ચોરી કરી લઇ જતા હોય જેમાં નં.(૧) આરોપી પકડાઇ જઇ તથા નં.(૨) નાશી ગયેલ હોય અને આરોપી નં(૧) ને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી અને મજકુર બન્ને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદી મહમદભાઇ આમદભાઇ ઠેકીયા રહે.વેરાવળ વાળાએ વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૮૬૦૦૯૨૦૧૦૪૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો જાહેર કરતા આગળની તપાસ એ.એસ.આઇ સરતાજભાઇ ઓસમાણભાઇ તરફ કરવામાં આવેલ છે. અને નાશી જનાર આરોપીને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here