જામનગર:શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ વિરોધ:- માસ્ક નું મફત વિતરણ કર્યું.

0
144

સરકાર કોરોનામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે જાહેરમાં લોકોને અટકાવીને કોંગ્રેસના ચૂંટણી ચિહ સાથેના માસ્ક નું વિતરણ કરાયું…!!

ગુજરાત રાજ્ય સરકાર રાજ્યમાં કોરોનાનો નાથવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરમાં માસ્ક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જામનગરના લાલબંગલા સર્કલમાં આજે સવારે પૂર્વ સાંસદ અનેકોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ની રાહબરી હેઠળ અને જામનગર મહનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખડીની આગેવાનીમાં શહેર જિલ્લા કોંગ્રેસ ના હોદેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં કોરોના ને રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી છે જે મામલે સૂત્રોચ્ચાર કરી જાહેરમાં કોંગ્રેસના સિમ્બોલ સાથેના માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતુ. માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકો ને માસ્ક આપી વિરોધ દર્શાવ્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા પ્રજાને લૂંટી રહેલા સરકારનો વિરોધ અનોખી રીતે કરવામાં આવ્યું શહેરભરમાં માસના માસના દંડથી પીડાઈ રહેલી પ્રજાને માસ્ક વિતરણ કરી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ કોપ્પોરેટર દેવશી ભાઈ આહીર આનંદ રાઠોડ મહામંત્રી સાજીદ બ્લોચ, ઋષિરાજ સિંહ જાડેજા, રામદેવ વડોદરિયા, પાર્થ પટેલ, જીલ્લા મહામંત્રી સહારા મકવાણા મહિલા પ્રમુખ રંજનબેન ગજરા સુભાષ ગુજરાતી, ફિરોઝ ગજીયા, ડો. તોસીફખાન શેખ સહિતનાજામનગર મહાનગર પાલિકાના કોંગી કોર્પોરેટરો ઉપરાંત મહિલા કોંગી અગ્રણીઓ સહિતના કોંગી કાર્યકરો જોડાયા હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here