જામનગરના પોલીસબેડમાં મોટા ફેરફાર: LCB, SOG પીઆઈની પણ બદલી

0
257

જામનગરમાં ખાસ ઓપરેશન માટે મુકવામાં આવેલ એસ.પી.દીપન ભદ્રન દ્વારા તેમના ચુનંદા અધિકારીઓની એક ટીમ જીલ્લા માટે તૈયાર કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગર જીલ્લામાં મોટાપાયે કહી શકાય તેવા ફેરફારો થયા છે, જેમાં જામનગર એલસીબી એસઓજી સહિતની તમામ પી.આઈ.ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, જેમાં આણંદથી આવેલ કે.જી.ચૌધરીને એલસીબી જયારે એસ.એસ.નીનામાને એસઓજીમાં મુકવામાં આવ્યા છે,

આ ઉપરાંત એસઓજી પી.આઈ.કે.એલ.ગાધે ને સીટી બી ડીવીઝન, એલસીબીના એમ.જે.જલુને સીટી એ ડીવીઝન, સીટી એ ડીવીઝનના એમ.આર.ગોડલિયાને સીટી સી ડીવીઝન, સીટી સી ડીવીઝનના યુ.એચ.વસાવાને કાલાવડ ટાઉન,કાલાવડ સર્કલ ઇન્સ્પેકટર કે.જે. ભોચે ની સીપીઆઈ ગ્રામ્ય આર.બી.ગઢવી સીપીઆઈ ને એરપોર્ટ સિક્યુરીટીમાં મુકી દેવાના આદેશથી જામનગર પોલીસ બેડામાં ફેરફારનો મોટો દૌર શરુ થયો હોય તેવું સિગ્રલ આજે મળી ચુક્યું છે.આ ઉપરાંત અમદાવાદથી આવેલ પીએસઆઈ બી.એમ. દેવમુરારીને એલસીબી, રીડર પીએસઆઈ આર.વી.વિછીને એસઓજીમાં જયારે કાલાવડ ટાઉન પીએસઆઈ હિરલ પટેલ ને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here