મુસ્લિમ ટેક્ષી ચાલકે સામાન્ય દિવસ જેટલા ભાડાથી જ પરિવારને દ્વારકા મૂકી આવી પ્રેરણા રૂપી કાર્ય કરી બતાવ્યું
તા.15, ગોંડલ: દેવભૂમિ દ્વારકાના વેરાળ ગામના વતની અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર પરિવાર કોરોના કહેર વચ્ચે વતન પરત ફરી રહ્યો હોય બસચાલકે ગોંડલ હાઇવે પર ઉતારી દેતા તેની વહારે પ્રશાસન, આગેવાનો અને ઉદ્યોગપતિઓ આવી વતન પહોંચવાની વ્યવસ્થા કરી અપાતા બિઝનેસમેન પરિવારની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી હતી.

મુંબઈમાં વ્યવસાય કરતા નટવરલાલ રાઠોડ તેમના પત્ની મધુબેન અને બે પુત્રો જતન, સાવન સાથે કોરોના કહેર વચ્ચે પોતાના માદરે વતન જઈ રહ્યા હોય બસ ચાલક દ્વારા ગોંડલ નેશનલ હાઈવે પર ઉતારી દેતા બાર બાર કલાકો સુધી અન્ય વાહનની રાહ જોઈ હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અને વાતની જાણ ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ને થતા તેઓ દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, જિલ્લા કલેકટરની મદદ લઇ વતન જવાની મંજૂરી અપાવી દેતાં બિઝનેસમેન પરિવારની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા હતા આ કાર્યને સફળ બનાવવા રાજેન્દ્રસિંહની સાથોસાથ મનસુખભાઈ પટેલ, નરસિંહભાઈ બાલધા અને અજીત દોઢિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
(અહેવાલ: નરેન્દ્ર પટેલ-ગોંડલ)