મગફળી ની ટેકા નાં ભાવ થી ખરીદી કેન્દ્ર ગીર ગઢડા તાલુકાને ગીર ગઢડા મથકે જ આપવા માટે રજુઆત કરવામાં આવી

0
100

સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ આ વર્ષે મગફળી ની ટેકા નાં ભાવ થી ખરીદી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે જે ખેડૂતો માટે ખુબજ સારી બાબત છે પરંતુ અમારાં ગીર ગઢડા તાલુકાને ખરીદી કેન્દ્ર અલગ થી જરૂર મળે છે પરતું સેન્ટર ઉના આપવામાં આવે છે જે ખેડૂતો માટે થોડું મુશ્કેલ થાય છે ઉના સુધી માલ લઇને જવા માટે ભાડું મજુરી , સમય બધું વધી જાય છે માટે ગિરગઢડા જ કેન્દ્ર આપવામાં આવે તે બાબત્તે લેખિતમાં જાણ કરવામાં આવી ઉપરોક્ત વિષય ને ધ્યાને રાખીને ખરીદી કેન્દ્ર ની સાથે ખરીદી સેન્ટર પણ ગીર ગઢડા મથકે જ આપવામાં આવે તેવી માંગણી ગીર ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા દ્વારા જયેશભાઇ રાદડિયા ને પત્ર લખીને રજુઆત કરવામાં આવી

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here