ઉના તથા ગિરગઢડા તાલુકામાં ગુજરાત સરકારની કચેરીઓમાં “ GSWAN ” ની “ કનેક્ટિવિટી ” અવારનવાર ખોરવાઈ જાય છે.

0
108

હાલ જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પણ કનેક્ટિવિટી નો અભાવ છે.આ કારણે અનેક અરજદારોને ધક્કા થઈ રહ્યા છે અને તેમના જરૂરી કામ અટકી પડ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે . આ અગાઉ પણ 07 સપ્ટેમ્બરથી લઈ 11 સપ્ટેમ્બર સુધી આ કનેક્ટિવિટી સંપૂર્ણ પણે “ ગૂલ્લ ” હતી . સતત આ પ્રકારના કનેક્ટિવિટીની મુશ્કેલીઓ બાબતે આજે ઉના વકીલ મંડળના હોદ્દેદારોએ ડેપ્યુટી કમિશ્નરને એક આવેદન આપ્યું હતું અને આ કનેક્ટિવિટીના પ્રશ્નો દૂર કરવા રજૂઆત કરી હતી . અધિકારી તરફથી આ તકલીફ બાબતે પોતે અવગત હોય , આ અંગે ઘટતું કરવા ખાત્રી આપવામાં આવેલ છે . GSWAN ની કનેક્ટિવિટી સતત જતી રહેતી હોવાના કારણે પોતાના 7-12 , 8 – અ કઢાવવા આવતા ખેડૂતો હોય અલગ અલગ દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઑ હોય , દસ્તાવેજ નોંધણી કરાવવા આવતા પક્ષકારો તથા વકીલો હોય કે સરકારી વહીવટ સાથે જોડાયેલ અધિકારીઓ હોય સૌને પારાવાર મુશ્કેલી પડી રહી છે . આ મુશ્કેલી દૂર કરવા સઘન પ્રયત્નો કરવા જરૂરી છે . આ પ્રશ્નો દૂર ના કરવામાં આવે તો આગળ જતાં આ અંગે નાગરિકોએ આંદોલનનો વિકલ્પ પણ અપનાવવો પડે તેવું માનવમાં આવી રહ્યું છે .

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here