ગોંડલ/ શાકભાજીની આડમાં તમાકુ પાન વેચતો ઈસમ ઝડપાયો

0
859

ગોંડલ શાકભાજીના થડાની આડમાં પાન તમાકુના વેંચાતો એક ઝડપાયો

તા.15, ગોંડલ : નોવેલ કોરોના વાયરસ (nCoviD19) ના સંક્રમણને કારણે વૈશ્વિક મહામારી ચાલી રહેલા હોય જેથી ભારત સરકાર તરફથી નોવેલ કોરોના વાયરસ (CoVID 19) ના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરેલ હોય જેથી, કોરોના વાયરસ નો ફેલાવો રોકવા માટે અને ઓછામાં ઓછા માણસો આ વાયરસ થી સંક્રમીત થાય અને સંક્રમણ રોકવા આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ કે જે માણસોની અવર જવર થતી હોય તેવી તમામ સેવાઓ પર તેમજ ગીચ વિસ્તારમાં તેમજ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો ખોલવા પર તેમજ ચા-પાન ના ગલ્લા તેમજ પાન બીડી તમાકુ ને લગતી તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ મુકેલ હોય તેમ છતા પ્રતિબંધ હોવા છતા નુરમામદ મુરાદભાઇ મકરાણી જાતે-મુસ્લીમ ઉ.વ.૩૦ રહે.ગોડલ સામા કાંઠે ભગવતપરા શેરી નં. ૧૭ વાળા ગોંડલ માંડવી ચોક પાસે પોતે શાકભાજીના થડાની આડમાં નાગરવેલના લીલા પાન આશરે ૨૫૦ તથા તમાકુ પાનના વેચાણ માટે રાખી જાહેરનામાનો ભંગ કરતા આઇ.પી.સી. કલમ ૧૮૮, ૨૬૯ મુજબનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ એમ એન રાણા અને તેમની ટીમ રોકાઈ હતી.

આ ઉપરાંત શહેરમાં કેટલાક યુવાનો દ્વારા એક્ટિવા જેવા મોટર સાયકલ ની ડેકીઓ ભરી રૂ. 25 થી લઈ રૂ. 30 સુધીમાં માવા, ગુટખા અને તમાકુનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય પોલીસ દ્વારા આવા તત્વો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(અહેવાલ: નરેન્દ્ર પટેલ -ગોંડલ)