સ્વયં સૈનિક દળે કોરોનાની મહામારીમાં રેલી યોજી, ગેંગરેપના અને રાપરના વકીલની હત્યાના આરોપીઓને ફાંસી આપવા માંગ

0
125

રાજકોટમાં બેનર સાથે સ્વયં સૈનિક દળની રેલી નીકળી હતી

  • સ્વયં સૈનિક દળે રેલી સ્વરૂપે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણ વધતું જાય છે. ત્યારે ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપના આરોપીઓ અને રાપરમાં વકીલની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે રેલી યોજી હતી. રાજકોટમાં નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બેનર સાથે જોડાઈ હતી. કોરોના મહામારીમાં આ રેલી કેટલી જોખમી સાબિત થાય તે આવનારો સમય જ કહેશે.

રેલી સ્વરૂપે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સ્વયં સૈનિક દળે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરના રોજ કચ્છના રાપરમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા કરાઈ હતી. જેમાં આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓને ફાંસીની સજા આપો તેવી અમારી માંગ છે. તેમજ ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની યુવતી પર 4 નરાધમોએ ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ યુવતીની જીભ કાપી નાખી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ગેંગરેપના ફરાર તમામ આરોપીઓને પકડી ફાંસીની સજા આપો તેવી અમારી માંગ છે.

સ્વયં સૈનિક દળે બંને ઘટનાને વખોડી
સ્વયં સૈનિક દળ દ્વારા રાજકોટમાં નીકળેલી રેલીમાં મહિલાઓ પણ જોડાઈ હતી. મહિલાઓ બેનર સાથે રસ્તા પર ઉતરી હતી. તેમજ બંને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here