સ્કૂલોમાં 25 ટકા નહીં પણ 50 ટકા ફી માફીની માંગ સાથે રાજકોટમાં ‘આપ’નું ઉપવાસ આંદોલન, કાર્યકરોની અટકાયત

0
125
  • પોલીસે અટકાયત કરતા જ આપના કાર્યકરો રોષે ભરાયા અને હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીએ આ જાહેરાતનો વિરોધ કર્યો હતો. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો 25 ટકાને બદલે 50 ટકા ફી માફી કરવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. પરંતુ પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકોરોની અટકાયત કરી લીધી હતી. આ સમયે કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉપવાસ આંદોલન પર ઉતરેલા તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

રાજ્ય સરકાર પોતાના ફંડમાં વધુ 25 ટકા ફી નાંખે તેવી માંગ
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, 25 ટકા ફીની જાહેરાત થઈ છે તેમાં રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી વધુ 25 ટકા ફી નાંખે તેવી અમારી માંગ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મસમોટા રાહત પેકેજની જાહેરાતો કરવામાં આવે છે તો શું તેમાંથી વિદ્યાર્થીઓની 25 ટકા ફી રાહત માટે ન આપી શકે? અમારી માંગ એટલી જ છે કે, સ્કૂલ સંચાલકો અને રાજ્ય સરકાર સાથે મળી વાલીઓના ખિસ્સા પર પડતો વધારાનો ફટકો ન પડવા દે.

રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત
પોલીસ દ્વારા રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી નૈમિશ પાટડીયા, શહેર પ્રમુખ દેવાંગ ગજ્જર, કુમારપાલ ભટ્ટી , પ્રભાત હુંબલ , શક્તિસિંહ જાડેજા , જીગ્નેશ કીડી , ધર્મેશ રંગાણી , મોહિત રંગાણી સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી અને તમામને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here