જાગો દીકરીના વાલીઓ જાગો… ન્યુઝ અપડેટસ તરફથી ખાસ અહેવાલ

0
110

શું આપની દીકરીની ઉંમર 16 વર્ષથી વધુ છે???

તો આપની જવાબદારી છે કે દીકરીને ખાસ સાચવો અને સતર્ક રહો..

તર્ક :

શું દીકરી મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ કરે છે?
શું ઘરમાં દીકરીનો વ્યવહાર અને સ્વભાવ બદલાય ગયો છે?
કોલેજ, સ્કૂલ કે ટ્યુશન જવાનાં તેમજ આવવાનાં સમયમાં ફેરફાર થયેલ છે?
મોબાઈલ ફોનમાં પાસવર્ડ કે પેટર્ન લોક રાખે છે?
ફ્રેન્ડનો ફોન છે તેમ કહી ફોન પર ખૂબ વાતો કરે છે?
હાલ સગાઇ કરવાની ના પડે છે?
સગાઇ માટે ખુબ છોકરા જોવા છતાંય ના પડે છે?
વધુ પડતી ફેશન કરે છે?
પોતાના માટે નવી નવી વસ્તુઓ ખરીદીને લાવે છે?
ફ્રેન્ડ દ્વારા ગીફટ ખૂબ મળી રહ્યા છે?

જો ઉપરોક્ત બાબતો સાચી હોય તો 99% આપણી દીકરીનું કોઈ લફડું હોઈ શકે છે..

કારણ કે.. :

માં-બાપ નાનપણમાં દીકરીને ધાર્મિકતા અને સંસ્કાર નથી શીખવતા અને પારકાનું ખુબ ધ્યાન રાખે અને પોતાના ઘરે ઓછું..
માં-બાપને પૈસા કમાવવામાં વધારે રસ છે પરંતુ પોતાની દીકરીના દીની ઉછેર અને તરબિયતમાં ઓછો રસ છે.
અમુક માં-બાપ પોતાની દીકરી હજુ નાની છે, આમ કહી સગાઇ નથી કરતા.
મોટા વડીલ, સગા-સંબંધી, પાડોશી કે પરિચીત વ્યક્તિઓ દીકરી વિશે કંઈક કહે ત્યારે દીકરીનું ખુબ ઉપરાણું લઈ , ખોટા ઝઘડા કરી તે શુભચિંતકને ખૂબ બદનામ કરે છે અને
તેની સામે જ પોતાની દીકરીના ખોટા વખાણ કરવા લાગે છે.
માં-બાપ દીકરી પર વધુ પડતો વિશ્વાસ રાખે છે.
દીકરીની દરેક વાત તરત સ્વીકારી લેવામાં આવે છે.
સગાવ્હાલા સ્વાર્થી હોય શકે, જે કદાચ સાચું બોલવાની હિમ્મત ન રાખતા હોય.. પરંતુ
કુટુંબ કે ભાઈઓ વચ્ચે રાગ(કિના) ના હોય.
દીકરી પોતાના ઓછા જ્ઞાન કારણે કોઈના કહ્યા માં આવી પણ જાય..
એનું ફ્રેન્ડ સર્કલ ખરાબ હોય..
એને વધુ શોખ કરવો ગમતો હોય..

ઉપાય :

દીકરીને ધર્મ તરફ વાળો, સારા પ્રવચન સંભળાવો, સંસ્કાર આપો, ખુબ પ્રેમ વ્હાલ કરો.
તેની દરેક બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખો.
18 વર્ષની થાય એટલે તરત જ સગાઇ કરી લો..
તેની દરેક જરૂરિયાત યોગ્ય સમયે પુરી કરો..
દીકરી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો..
જો કોઈપણ બાબત વિશે શક થાય તો તરત જ તેનું ધ્યાન દોરો અને મહિનામાં 1 દિવસ તેની પાછળ જાવ, સ્કૂલ, કોલેજ, ટ્યુશનની સમયાંતરે મુલાકાત લો..
મુસાફરીમાં કોઈ બીજા પાસે ધ્યાન રખાવો..
તેની બહેનપણીઓ પાસેથી તેના વિશે માહિતી લો અને શંકાસ્પદ માહિતી મળે તો તરત જ તપાસ કરી યોગ્ય પગલા લો અને તેની મીઠી વાતોમાં ન આવી જતાં..!!
જો કોઈ આપણી દીકરી વિશે કાંઈક કહે, ધ્યાન દોરે, તો તેને દુશ્મન ન સમજતા તેની યોગ્ય તપાસ કરો..
તેનો મોબાઈલ ફોન રોજ ખાસ ચેક કરો.. ફોનમાં લોક હોય તો દૂર કરાવો.

ઉપરોક્ત વાત પર ખાસ ધ્યાન રાખજો, આપણી આબરૂ-આપણી દીકરી ખોવાનો વારો ન આવવો જોઈએ પછી લોહીના આંસુ વહાવીને પણ કોઈ જ ફાયદો થશે નહીં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન દીકરીઓના ખૂબ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આખી જિંદગી મહેનત કરી મોટી કરેલી દીકરીને ખોવાનો વારો આવશે. ભગવાન ના કરે કે એવું થાય.. પરંતુ આ વાંચ્યા બાદ પણ આપણી છોકરી કોઈની સાથે ભાગી જાય તો મહેરબાની કરી સમાજના અન્ય લોકો ને હેરાન પરેશાન ન કરતા.

આવી જ અવનવી માહિતિ જાણકારીઓ માટે જોતાં રહો ન્યુઝ અપડેટસ ચેનલ ને

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here