જામનગર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિતે જિલ્લામાં  નશાબંધી સપ્તાહનો પ્રાંરભ કરાવતા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

0
106

રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિતે જામનગર જિલ્લામાં  નશાબંધી સપ્તાહનો પ્રાંરભ કરાવતા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિતે સરકાર દ્વારા તા.૨-૧૦-૨૦ થી તા.૮-૧૦-૨૦ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા અન્ન અને નાગરીક પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નશાબંધી સપ્તાહનું દિપપ્રાગટય કરી ઉદઘાટન કરાયુ હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા પહેરાવી હતી.

આ પ્રસંગે મંત્રીએ યુવાનોને વ્યસનમુક્ત બનવાનો સંદેશ આપતા જણાવ્યું  હતું કે વ્યસનથી અનેક બીમારીઓ તો આવે જ છે સાથોસાથ આર્થિક મુશ્કેલીઓ પણ ભોગવવી પડે છે. મહાત્મા ગાંધીજીના કાર્યોને યાદ કરી તેમના ચીંધેલા માર્ગ પર ચાલવાનો અનુરોધ તેઓએ કર્યો હતો. ટાઉન હોલ ખાતેથી વ્યસનમુકિતના બેનરો સાથે સાયકલીંગ કલબ દ્વારા સાયકલ રેલી કઢાઇ હતી.

આ તકે ડેપ્યુટી મ્યુ.કમિશ્નરશ્રી વસતાની, નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી સદેવસિંહ વાળા, નશાબંધી મન્ડળના સભ્યશ્રી ખુમાનસિંહ સરવૈયા તથા વ્યસનમુક્તિ માટે કાર્યરત ગાયત્રી પરિવારના શભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here