તા.15, ગોંડલ: હાલની આ મહાવૈશ્વિક મહામારીના દોરમા ગોંડલ તાલુકાના બેટાવડ ગામે મજૂરી કરતા ૩૪ મજુરો જે ફસાયેલા હતા તેમને તેમના વતન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉન્ડાર ખાતે આજે બેટાવડના સરપંચશ્રી હરદેવસિંહ સુરુભા જાડેજાના સઘન પ્રયાસોથી તેમજ ઉપસરપંચશ્રી પ્રતીપાલસિંહ વનરાજસિંહ જાડેજા તથા ગોંડલ તાલુકાના હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ સજુભા જાડેજાના ઓની હાજરીમાં આજ રોજ તા. ૧૧/૦૫/૨૦૨૦ ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે દરેક મજૂરોનું સ્ક્રીનીંગ કરી તેમજ જરૂરી મેડિકલ ચેકઅપ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ, તેમજ સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે રીત તેમજ તંત્રની મંજૂરી બાદ તેમના માદરે વતન પરત મોકલવામાં આવેલ હતાં.
(અહેવાલ: નરેન્દ્ર પટેલ-ગોંડલ)
