રાજકોટમાં ઉલટા ચોર કોટવાલ કો ડાટે/ ભાજપના કોર્પોરેટરનું મહિલાઓ સાથે અભદ્ર વર્તન છતા વિવાદિત ધારાસભ્ય બચાવવા ઊંધામાથે !!!

0
469
  • ઓડિયો ક્લિપમાં કોર્પોરેટરે રહીશોને કહ્યું: જ્યાં સુધી કચરો બહાર ફેંકશો, ત્યાં સુધી પાણી બંધ રાખવામાં આવશે
  • ભાજપના કોર્પોરેટર પીપળીયા ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો અંગત માણસ છે

રાજકોટ. રાજકોટમાં લોકડાઉનમાં પ્રજાની મદદ કરવાને બદલે ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યું છે. કોર્પોરેટર અને સ્થાનિક લોકોની ઓડિયો ક્લિપ વાઈરલ થઇ છે. ઓડિયોમાં કોર્પોરેટરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કચરો બહાર ફેંકશો, ત્યાં સુધી પાણી બંધ રાખવામાં આવશે. સ્થાનિકોએ કચરો બહાર ફેંકતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા કોર્પોરેટરને કહ્યું હતું. ઓડિયો ક્લિપમાં કોર્પોરેટરે આવાસ યોજનાના લોકોને અપશબ્દો બોલ્યા હોવાનું કબૂલ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આવાસ યોજનાની બાજુમાં પાર્ટી પ્લોટ હોવાથી કોર્પોરેટર કિન્નાખોરી રાખી રહ્યા છે. 

ભાજપના કોર્પોરેટરે સોસાયટીઓના તમામ લોકોને ગાળો આપી હોવાના આક્ષેપ
બીજી એક ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઇ છે, જેમાં સોસાયટીના સ્થાનિક રહીશો ભાજપના કોર્પોરેટરે સોસાયટીઓના તમામ લોકોને ગાળો આપી હોવાના આક્ષેપ કર્યાં છે. જેમાં કોર્પોરેટર કહે છે કે, મે આખી સોસાયટીને ગાળો આપી નથી. જેને કહ્યું એને જ દીધી છે. 
મહિલાઓને બેફામ ગાળો આપીને ધમકી આપી હોવાના આક્ષેપ
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, રાજકોટના વોર્ડ નં-4ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજના ક્વાટર્સનું પાણી બંધ કરાવીને દાદાગીરી કરી છે. તેના રહેવાસીઓએ કચરો નાખતા રાત્રે આવાસ યોજનામાં દારૂ પીને આવીને રહેવાસીઓને અને ત્યાં રહેતી મહિલાઓને બેફામ ગાળો આપી ધમકી પણ આપી હતી. તેના સીસીટીવી પણ સોસાયટીના રહીશોએ જાહેર કર્યાં છે. જેમાં કોર્પોરેટર પરેશ પીપળીયા લોકો સાથે બેઠેલો દેખાય છે.
પરેશભાઈની ભૂલ હશે, તો હું ધારાસભ્ય તરીકે ઠપકો આપીશઃ MLA અરવિંદ રૈયાણી
ભાજપના વિવાદાસ્પદ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, જો પરેશભાઈની ભૂલ હશે, તો હું ધારાસભ્ય તરીકે ઠપકો આપીશ. મીડિયાના અહેવાલ બાદ ધારાસભ્ય સોસાયટીના રહીશોને મળવા દોડી ગયા હતા અને ભાજપના કોર્પોરેટરનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.