રિચા ચઢ્ઢા અને દિયા મિર્ઝાની ફરિયાદ, ‘ટ્વિટર અમારા ટ્વીટ ડિલીટ કરી રહ્યું છે અને યુઝર્સને પણ અનફોલો કરી રહ્યું છે’

0
140

સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહેતી એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને દિયા મિર્ઝાએ એક ફરિયાદ ફાઈલ કરી છે. રિચાએ ટ્વીટ કર્યું કે, મારા કેટલાક ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને અનફોલો કરવામાં આવ્યા છે. આ કામ રિચાએ નહિ પણ ટ્વિટરે કર્યું છે. દિયા મિર્ઝાનું કહેવું છે કે, અકાઉન્ટમાંથી ઘણા એવા લોકોને ફોલો કરવામાં આવ્યા છે જે હું ઈચ્છતી નહોતી.

રિચાએ ટ્વીટમાં લખ્યું કે, ટ્વિટર ઇન્ડિયાએ કેમ ટ્વીટ ડિલીટ કર્યા? ઘણા યુઝર્સને અનફોલો કર્યા. આ ટ્વીટના જવાબમાં દિયા મિર્ઝાએ પણ પોતાની ફરિયાદ જણાવતા કહ્યું કે, હા, ટ્વિટર ઇન્ડિયા કેમ? હું કેમ એવા લોકોને ફોલો કરી રહી છું જેમને મેં ક્યારેય ફોલો જ કર્યા નથી.

એક દિવસ પહેલાં ટ્વિટર યુઝરે નોટિસ કરી હતી કે, માઈક્રો બ્લોગિંગ સાઈટ ગુરુવારે વ્યવસ્થિત કામ કરતી નહોતી. જો કે, ટ્વિટરે જણાવ્યું હતું કે, ચેક કરી લો હવે તે કામ કરે છે કે નહિ. તમને ટ્વીટ જોવામાં અને કરવામાં તકલીફ થઇ શકે છે. અમે પ્રોબ્લેમ સોલ્વ કરી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here