CBIના અધિકારીએ ન્યુઝ અપડેટસ ને કહ્યું, ‘રિયા ચક્રવર્તી કે અન્ય કોઈ પણ આરોપી પર હત્યાની કલમ લગાવી નથી’

0
238

જ્યારથી સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં FIR નોંધાવી છે, ત્યારથી રિયા ચક્રવર્તી ઘણી ન્યૂઝ ચેનલ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાનમાં છે

  • છેલ્લા ઘણા દિવસથી ન્યૂઝ ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, CBI કેસમાં IPC કલમ 302(હત્યા)ને જોડશે
  • CBIના અધિકારીએ અમને ચોખ્ખું કહ્યું કે, ‘આ કલમના ચક્કરમાં ના પડો’

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશ (CBI)એ સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં IPC કલમ 302(હત્યા)ને જોડવાની વાતની ચોખ્ખી ના પાડી છે. ન્યુઝ અપડેટસ સાથેની ખાસ વાતચીતમાં CBIના એક અધિકારીએ કહ્યું કે, રિયા ચક્રવર્તી કે અન્ય કોઈ પણ વિરુદ્ધ આ કલમ જોડી નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તપાસ એજન્સી સુશાંતના ફ્લેટ-મેટ સિદ્ધાર્થ પિઠાની અને કૂક નીરજને સરકારી સાક્ષી બનાવીને હત્યાની કલમ જોડી રહી છે. CBIના અધિકારી સાથે કરેલી વાતચીત…

પ્રશ્ન: શું સાચે IPC કલમ 302 જોડવામાં આવી છે?
CBI: આ તદ્દન ખોટી વાત છે.

પ્રશ્ન: પરંતુ ન્યૂઝ ચેનલમાં તો આ જ વાત ચલાવવામાં આવી રહી છે?
CBI: હવે તેમાં અમે શું કરી શકીએ, તપાસ તો હજુ પણ ચાલુ જ છે.

પ્રશ્ન: અત્યાર સુધી તમને જે પુરાવા મળ્યા છે, તે પરથી લાગે છે કે કલમ 302 અપ્લાય થશે?
CBI: જુઓ, ભવિષ્યમાં શું થશે તે કેવી રીતે કહી શકાય? અમે એક કેસ ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ. કલ્પનાઓને આધારે કોઈ કોયડો સોલ્વ ના કરી શકાય.

પ્રશ્ન: એટલે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી, જેથી 302 અપ્લાય કરી શકાય?
CBI: હું એટલું જ કહેવા માગું છું કે આ સમયે 302ના ચક્કરમાં ના પડો. હજુ તપાસ ચાલુ છે. આ દરમિયાન જેટલી પણ વાતો સામે આવી રહી છે તે મીડિયા કે કોઈ અન્ય સાથે અમે શેર કરી શકીએ નહિ.

પ્રશ્ન: નેક્સ્ટ ક્યારે અને કેટલા લોકોની પૂછપરછ કરવાના છો?
CBI: હું ફરીથી આ જ વસ્તુ કહીશ કે, તપાસ દરમિયાન જે પણ કામ ચાલુ છે તે અમે શેર ના કરી શકીએ.

પ્રશ્ન: આરોપીઓની નેક્સ્ટ હિયરિંગ ક્યારે થશે?
CBI: જોઈએ છે. આ તો ઇન્વેસ્ટિગેશન પર ડિપેન્ડ કરે છે.

પ્રશ્ન: આવતા અઠવાડિયે થઇ શકે?
CBI: અત્યારે આના વિશે ના કહી શકીએ. અમારું કામ કલ્પનાઓને આધારે હોતું નથી. આ વસ્તુઓ અમે જણાવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here