રાજ્યમાં સાંસદ-ધારાસભ્ય પર ચાલતા કેસને ઝડપથી ચલાવો; પ્રદિપસિંહ જાડેજા, રાહુલ ગાંધી સહિત 50થી વધુનો સમાવેશ

0
169

સુપ્રીમ કોર્ટે ધારાસભ્યો અને સાંસદોને ઝટકો આપ્યો છે. કોર્ટે ધારાસભ્યો અને સાંસદો વિરુદ્ધ ચાલતા કેસનો ઝડપથી નિકાલ કરવા માટે હાઇકોર્ટને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઇકોર્ટે રાજ્યમાં તમામ જિલ્લાની કોર્ટને ધ્યાને રાખી રજિસ્ટ્રારે લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ધારાસભ્યો અને સાંસદો વિરુદ્ધ કુલ 92 કેસ ચાલતા હોવાનું સામે આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નામ પણ લિસ્ટમાં જાહેર કરવામાં આવ્યું છે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નામ પણ લિસ્ટમાં જાહેર કરવામાં આવ્યું છે

ઝડપથી ઉકેલ લાવવા જિલ્લા કોર્ટને હાઇકોર્ટનો આદેશ
આ લિસ્ટમાં 50થી વધુ સાંસદ સહિત ધારાસભ્યોના નામ જાહેર કર્યા છે. આ તમામ ધારાસભ્યો અને સાંસદોના જિલ્લાની કોર્ટમાં તેમની સામે ચાલતા તમામ કેસનો ઝડપથી ઉકેલ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ લિસ્ટમાં ભરૂચના છોટુ વસાવા, મહેશ વસાવા, ભાવનગરના પરસોત્તમ સોલંકી, જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાનો સમાવેશ થાય છે. આ ઉપારાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કોંગ્રેસના રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.

આ નેતાઓ સામે કેસ

 • બાબુ પટેલ
 • વિરજી ઠુમ્મર
 • નલીન કોટડિયા
 • દિલીપ પટેલ
 • જયંત બોસ્કી
 • પૂનમ પરમાર
 • જશુભાઇ પટેલ
 • શશિકાંત પંડયા
 • રેખાબેન મનોજકુમાર
 • ગોવા રબારી
 • અલ્પેશ ઠાકોર
 • છોટુભાઇ વસાવા
 • મહેશ વાસાવા
 • પુરુષોતમ સોલંકી
 • કિરીટ પટેલ
 • કનુ બારિયા
 • કનુ કલસરિયા
 • મહેશ ભુરિયા
 • ચંદ્રિ મોહનિયા
 • રમેશ કાટારા
 • લલિત વસોયા
 • અમિત ચૌધરી
 • દેવજી ફતેપુરા
 • ભગા બારડ
 • મેરામણ મારખી
 • દિનુ બોઘા સોલંકી
 • રાઘવજી પટેલ
 • વિક્રમ માડમ
 • હર્ષદ રાબડીયા
 • રાજેશ ચુડાસમા
 • વિમલ ચુડાસમા
 • બાબુભાઇ વાજા
 • ભીખા જોશી
 • છબીલ પટેલ
 • પ્રદ્યુમનસિંહ જાડેજા
 • અજીતસિંહ ચૌહાણ
 • પ્રદીપસિંહ જાડેજા
 • જિજ્ઞેશ મેવાણી
 • રાહુલ ગાંધી
 • નિમા આચાર્ય
 • કાંતિલાલ અમૃતિયા
 • પુરુષોતમ સાબરિયા
 • લલિત કગથરા
 • અનંત પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here