પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં તંત્રની બેદરકારી શહેરા નાડા હાઈવે બાયપાસ પર દર શનિવારે ભરાતા હાટમાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા

0
139

પંચમહાલ : શહેરા નગરમાં વહીવટી તંત્રની બેદરકારી આવી સામે…

શહેર નગરમાં વૈશ્વિક મહામારી કોરોના પહેલા ખેતીવાડી ઉતપન્ન બજારમાં હાટ ભરવામાં આવતો હતો. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક ગાઈડ લાઈન બહાર પાડવામાં આવેલ અને તેમાં મેળા કે હાટ નહિ ભરી શકાય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ હતો.અને હાલમાં શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે તેમ છતાં શહેરા-નાડા હાઈવે બાયપાસ ઉપર દર શનિવારે હાટ બજાર ભરાઈ રહ્યું છે અને તેમાં લોકોના ટોળા ને ટોળા ઉમટી પડતા હોય છે તે પણ વગર માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલીને તેમજ સરકારની ગાઈડ લાઈનને પણ ધ્યાનમાં ન લેતા દર શનિવારે આ હાટનું શહેરામા બાયપાસ ગણાતો શહેરા-નાડા હાઇવે રોડ પર હજુ પણ લોકો ના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે અને વાહન ચાલકો ને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.વધુમાં સરકાર દ્વારા શાળાનો સમય મોર્નિગ હોવાથી શિક્ષકો પણ આજ બાયપાસ રોડનો ઉપયોગ કરી સમયસર શાળા એ પહોંચાય તે હેતુથી બાયપાસ રસ્તાથી અવર જવર કરતા હોય છે પણ આ હાઈવે ઉપર દર શનિવારે ભરાતા હાટ તેમને અડચણરૂપ થાય છે કંપનીમા જતા કર્મચારીઓ પણ આજ બાયપાસ રસ્તાનો ઉપયોગ કરવો ભારે પડતો હોય છે પરંતુ આ હાટ ચાલુ હોવાથી લોકોમાં અને રસ્તે જતા વાહન ચાલકોમા ભારે રોષ જોવા મળી રહયો છે
વાહન ચાલકો આમ જનતા તેમજ શિક્ષકો અને કંપનીમા જતા કર્મચારીઓ ની ઉગ્ર માંગ ઉઠવા પામી છેકે આ જે બાયપાસ ગણાતો હાઈવે રોડનો ઉપયોગ હાટ અર્થે વાપરવામાં ન આવે અને સાચા અર્થમાં બાયપાસ તરીકે વપરાશ થાય તેવી ઉગ્ર માંગણી ઉઠવા પામી છે આ વિષય પર સબંધિત તંત્ર દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ તાત્કાલિક નિર્ણય લઈ લોકોની માંગ સંતોષવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યુ ?

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here