રામ રાજ્યના સંદેશાવાળા રાજ્યમાં હેવાનિયતનો નિ:વસ્ત્ર નાચ

0
168

જહા ડાલડાલ પર સોનેકી ચીડીયા કરતી હૈ બસેરા યહ ભારત દેશ હમારા જેના માટે ગૌરવપૂર્વક આ ગીત ગવાય છે તે ભારત ભૂમિ પર યત્રનાર્ષસ્તુ પૂજયંતે રમન્તે તત્ર દેવતા:ના સંસ્કૃત શ્ર્લોક જેનું સૂત્ર છે તે દેવભૂમિ તીર્થભૂમિ અને સંસ્કૃતિની રક્ષક ભૂમિ ગણાતા આ દેશમાં શું થયું છે? માતા આધ શકિતના તમામ પીઠ જયાં બિરાજમાન છે તે શકિતપીઠના દેશમાં નારી શકિતનું અપમાન કરતાં બનાવો બનતા અટકતા નથી. નારી શકિતનું અપમાન કરતાં મહિલાઓ પર અત્યાચાર કરવાના બનાવો તો બને જ છે. આવા દૂષણોના કારણે અનેક મહિલાઓને આત્મહત્યા કરી પોતાની જીવાદોરી ટૂંકાવવા માટે મજબૂર થવું પડે છે આવા બનાવો તો ચાલુ જ છે. પરંતુ સાથો સાથ બળાત્કારના બનાવોનો દોર અટકતો નથી. ૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયાકાંડ સર્જાયો.


દેશભરમાં વિરોધ થયો. આ બનાવ બાદ બળાત્કારીઓને ફાંસીની સજાની ભોગવાઈ કરતો કાયદો પણ થયો. આમ છતાં દિલ્હીની નિર્ભયા પર બળાત્કાર કરનારાઓને સજા તો ૮ ર્વે બાદ થઈ, કાનૂની જંગના ચક્કરમાં મોડું થયું અને આખરે મોડો મોડો પણ દિલ્હીની નિર્ભયાને ન્યાય મળ્યો અને તે ચૂકાદાના સંપૂર્ણ આદર સાથે આ વાત સ્વીકારીએ તો પણ એક વાત કહેવાનું મન થાય છે કે નિર્ભયાના બનાવ બાદ ઘડાયેલો કહેવાતો કડક કાયદો અને નિર્ભયાના ગુનેગારોને ફાંસીના કોર્ટના ચૂકાદા પછી પણ આવા બનાવોનું પ્રમાણ અટકયું છે ખરું? નિર્ભયા પ્રકરણ વચ્ચે દેશવ્યાપી આંદોલન થયું હતું. દિલ્હી જેનું એપી સેન્ટર હતું. અત્યારના સત્તાધારી પક્ષે પણ આ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને સત્તા મેળવવા માટે ભગસવાન રામના નામ સાથે આ બનાવનો પણ ભરપુર ઉપયોગ કર્યેા હતો. કાળા ધન, અને ભ્રષ્ટ્રાચારની સાથે નિર્ભયા કાંડ પણ મહત્વનો મુદો હતો. પરંતુ ૨૦૧૪માં સત્તા પરિવર્તન પછી પણ બળાત્કારના બનાવો અટકયા નથી. કાયદાનો અમલ યોગ્ય થાય છે કે નહીં? અથવા તો કાયદામાં રહેલી છટકબારીનો લાભ લેવાય છે અથવા તો નારી શકિતને પીડિતા બનાવતા આવા હેવાનોમાં કાયદાનો ખોરૂ અસર કરતો નથી. અથવા તો જેના સાથે આ પ્રકારના બનાવો વધતા જાય છે.

એક અહેવાલ અનુસાર ભારતમાં દર ૧૫ કલાકે મહિલાઓ પર બળાત્કારનો એક બનાવ બને છે આ બનાવને અટકાવનાર જાણે કે કોઈ તાકાતનું અસ્તિત્વજ ન હોય તેમ આવા બનાવોનું પ્રમાણ વધતું જાય છે. દિલ્હીના નિર્ભયાકાંડમાં બળાત્કારીને થયેલી સજાને એક વર્ષ પણ થયું નથી. ત્યાં ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૪મી સપ્ટેમ્બરે સગીરાને ચાર શખસો ખેતરમાંથી ખેંચી ગયા તેના પર સામૂહિક બળાત્કાર કર્યેા ત્યારબાદ તેને જાણે કે જીવતં ન છોડવાની હોય માર માર્યેા કરોડરજુ તોડી નાખી આ દલિત પુત્રી અવાજ પણ ન કરી શકે તે માટે તેની જીભ કાપી નાખી ખેતરમાં બેભાન હાલતમાં મળેલી આ દલિત પુત્રીને પહેલા સ્થાનિક અને ત્યારબાદ સફદરગજં હોસ્પિટલમાં દાખલ કરાઈ જયાં તેણે તા.૨૯ અને મંગળવારે પોતાનો પ્રાણ છોડયો ૧૪ દિવસ ભારતની આ દીકરીને પોતાના મરણ સામે જગં ખેલવો પડયો અંતે તે હારી ગઈ અને હેવાનિયતની હદ વટાવતી ઘટનાઓ જયાં બને છે તે દુનિયાને અલવિદા કરી ગઈ. આ બનાવમાં બળાત્કારીઓ સામે ભયનો માહોલ છે ભલે આ બનાવમાં ચાર શખસો સંદીપ, રામકુમારલ લવકુશ અને રવિ નામના ચાર હેવાનોની ધરપકડ થઈ હોય પરંતુ લોકોમાં આક્રોશ જરાજ્ય ઓછો થયો નથી.


આ બનાવની નોંધ લેતા તમામ અખબારોએ અત્યાર સુધીની સૌથી વધુ નિંદનીય ઘટના ગણાવી છે. યુવતીના બનાવની વિસ્તૃત વિગતોતો અકબારોમાં પ્રસિધ્ધ થઈ ચૂકી છે. એટલે તેનો આંખે દેખ્યા અહેવાલ જે વર્ણન કર્યું નથી પરંતુ સફદરગંજમાં આ દીકરીએ અંતિમ શ્ર્વાસ લીધા બાદ હોસ્પિટલ આસપાસ દેખાયો પણ થયા છે. યુપીમાં પણ ચોમેર રોષ છે. કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આક્રોશ વ્યકત કરતા લખ્યું છે કે શારજહાંપુર ગોરખપુર બાદ હાથરસ જિલ્લામાં આવા એક પછી એક બળાત્કારના બનાવ બન્યા બાદ રાજ્ય હલબલી ગયું છે. રાજકારણીઓ તો આ બનાવનો લાભ ઉઠાવવા મેદાનમાં આવી ગયા છે. ૨૦૧૨ના ડિસેમ્બરમાં નિર્ભયાકાંડ સર્જાયા પછી સરકારે કડક કાયદો બનાવ્યો છે તેના કારણે સજા પણ થઈ છતાં હેવાનો પોતાની આદત ભૂલતા નથી એક યા બીજા સ્વરૂપે હેવાનો ઉભા થતાં રહે છે અને આવા બનાવોનો દોર અટકતો નથી. વરથંભ્યો ચાલું જ રહે છે. નારી સશકિતકરણના બણગા વચ્ચે અને નારીને પુરુષ સમોવડી બનાવવાની ગુલબાંગો ખૂબ પોકારાજ્ય છે છતાં આવા બનાવો બનતા રહે છે આવો બનાવ અને ત્યારે એકાએક બધા જાગી જાય. રાજકારણીઓ મગરના આંસુ સારવા માંડે. બળાત્કારીઓ પકડાય ત્યારે જાણે કે મોટો મીર માર્યેા હોય તેવો પ્રચાર થાય.

પીડિતાના પરિવારને આર્થિક સહાયની જાહેરાત થાય. મહલિ સંગઠનો સહિતના બધા મેદાનામં આવે છતાં આ પ્રકારના બનાવો બનતાજ રહે છે. હાથરસના બનાવમાં યોગી સરકારે પીડિતાના પરિવારને રૂા.૧૦ લાખની તત્કાળ સહાય આપવાની જાહેરાત કરી છે પકડાયેલા ચારેય બળાત્કારીઓ સામે ખાસ કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી સજા થયા તેવી ઈચ્છા વ્યકત કરી છે આમ શાસક પક્ષ પોતાની રીતે આ પીડિતાના પરિવાર પર થયેલા ઘા પર મલમપટ્ટા કરવામાં લાગી ગયો છે. તો વિરોધ પક્ષ આંદોલનના માર્ગે છે યુવતી જે વર્ગમાંથી આવે છે દલિત સમાજના સંગઠન ભીમ આર્મી અને દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે દિલ્હીમાં દેખાવો કર્યા છે. દેશ વ્યાપી આંદોલનની વાત શરૂ કરી છે. આવું બધું તો ચાલે જ છે મહિલા સંગઠનો પોતાની રીતે આંદોલનના મૂડમાં છે પણ આ બધી બાબતોની નોંધ લઈ ઘણા અખબારોની નોંધ લીધી છે કે આ બધી બાબત શું ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા પગલાં નથી લાગતા? પીડિતાના પરિવારને ૧૦ લાખની સહાયની વાત ઠીક છે પર આ પીડિતાની ઈજત અને જાનની કિંમત માત્ર દસ લાખ રૂપિયા? જે શખસો પકડાયા છે તે સંદીપ, રામકુમાર, લવકુશ અને રવિએ પોતાના નામ કરતાં તદન વિપરીત વર્તન કયુ છે. કાયદા ઘડવાથી ન ચાલે પણ કાયદા પાલન એવી રીતે થવું જોઈએ જેનાથી હેવાનોમાં ભયની લાગણી ઉભી થાય અને કોઈ શખસ આવી હેવાનિયત આચરયાની હિંમત ન કરે. તાકાત ન બતાવે. આ પ્રશ્ન અંગે યોગી સરકાર કે જે હંમે કાયદો વ્યવસ્થા મોરચે સારી સ્થિતિ હોવાનો દાવો કરે છે તેની સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here