જામનગર માં 17 વર્ષ ની સગીરા ઉપર ગેંગરેપ 4 શખ્સોએ આચરેલું દુષ્કર્મ થી ફફડાટ ફેલાયો પોલીસ તપાસ શરૂ 3 આરોપી ઝડપાઇ ગયા

0
284

એક ફરાર સગીરા ને હોસ્પિટલમાં ખસેડવામાં આવી ઉંઘ ની દાવા પીવડાવી આચર્યું દુષ્કર્મ

  1. કેમ કાયદો અને ન્યાય વ્યવસ્થાની કથળી સ્થિતિ ?

2.શું ગુજરાતમાં હજી નિર્ભયા કાંડની જોવાઇ રહી છે રાહ ?

3.કેમ ગુજરાતમાં 72 કલાકમાં બની સતત ત્રીજી ઘટના ?

4.મહિલા સલામતી કેટલા અંશે સાકાર ?

5.પોલીસ પ્રશાસન કયારે આવી ઘટનાને ડામશે ?

સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ સમાજ માટે કલકરુપ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો

ઉત્તર પ્રદેશના હાથરસ માં બનેલી ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. યુવતી સાથે બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક તરફ મહિલા ને સમાન અધીકારની વાતો થઇ રહી છે તો બીજી તરફ દેશ ના અનેક વિસ્તારોમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગર શહેરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ ની ઘટના સામે આવતા અરેરાટી ફેલાય ગઈ છે.

જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં રહેતી સગીરાને ૪ શખ્સો એ ઘેનની ટીકડીઓ ખવડાવી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરાને હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે જયારે આ ઘટનાની જાણ થતાં જામનગર જીલ્લા પોલીસ ની ટીમો કાર્યરત થઇ ગઈ હતી અને આ ૪ આરોપીઓ ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી યુદ્ધ ના ધોરણે કામગીરી કરતાં ચાર પેકી ૩ આરોપીઓ ને ઝડપી લેવા માં આવ્યા છે ત્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ૨૮ સપ્ટેમ્બરના થયેલી આ દુષ્કર્મ ની ઘટના અંગે વિધિવત ફરિયાદ નોંધી નાસી જવામાં સફળ રહેલા ચોથા આરોપી ને ઝડપી લેવા તપાસ આરંભી હતી.

જામનગરમા યાદવનગરની સામુહીક દુષ્કર્મની ઘટના ને જઘન્ય અપરાધ ગણાવી સંસદસભ્ય પૂનમબેન માડમએ આ જઘન્ય અપરાધ કરનારાઓ સામે દાખલારૂપ પગલા લઇ આવી ઘટનાઓ ન બને તે દિશામા કડક પગલાઓની ભલામણ સાથે માંગણી કરી પિડીતાના પરિવારને તાત્કાલીક ન્યાય મળે તેવી ભારપુર્વકની લગત તંત્રને ભલામણ કરી છે

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here