ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ ઝડપાઇ રૂ. 21,54,364 નો જથ્થો સ્થગિત કરાયો

0
217

ગોડલ- જેતપુર નેશનલ હાઈવે ઉપર નવા માર્કેટીંગયાડ સામે દશૅનભાઈ કિશોરભાઈ રૈયાણી , રાજ ટ્રેનિંગ કંપનીના નામે બાયો ડીઝલ ના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશ નુ ગેરકાયદેસર ખરીદ, વેચાણ, અને સંગ્રહ કરતા હોઈ આ પેઢી ની તપાસણી મામલતદાર ગોડલ શહેર દ્વારા કરવામાં આવતા કોઈ પણ પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓ એ રૂ-21,54,364નો જથ્થો સ્થગિત કર્યો હતો, આ પેટ્રોલીયમ પેદાશ બાયો-ડીઝલ ના નમુના લઈને એફ. એસ. એલ. મા મોકલવામાં આવેલ હતા જયાં આ નમુના ફેઈલ થતા આ પેઢીના માલિક દશૅનભાઈ કિશોરભાઈ રૈયાણી વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 ની કલમ 3 અને 7તથા આઇ.પી.સી. કલમ 285 મુજબ ગોડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમા એ ગોડલ સીટી પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here