આટલી ગ્રાહકો તો લોકડાઉનમાં પણ દૂધની ડેરી કે કિરાણા સ્ટોરમાં પણ નથી જોવા મળ્યા
તા.21, ગોંડલ: લોકડાઉનના ચોથા ચરણમાં પ્રશાસન અને ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા એકી બેકી સંખ્યા મુજબ દુકાનો ખોલવાની મંજૂરી અપાતા આજે શહેરના કૈલાશ બાગ રોડ પર આવેલ બાલકૃષ્ણ સેલ્સ એજન્સી સોપારી પાન તમાકુ નો જથ્થો લેવા લોકોની ભીડ જામી હતી આ તકે એવું જણાઈ રહ્યું હતું કે લોકો કેટલા વ્યસનના અજગર ભરડામાં સપડાઇ ગયા છે ! આટલી મોટી ભીડ તો દૂધની ડેરી કે કિરાણા સ્ટોર માં પણ ક્યારેય જોવા મળતી નથી.
(અહેવાલ: નરેન્દ્ર પટેલ-ગોંડલ)