પાલડીના સત્વ ફ્લેટના છઠ્ઠા માળે આગ, 40 લોકોને રેસ્ક્યૂ કરાયા, જાનહાનિ ટળી

0
145

સત્વ ફ્લેટમાં લાગેલી આગના દૂર સુધી ગોટેગોટા દેખાયા

  • ફ્લેટમાં લાકડા કાપવાના કટરના ખુલ્લા વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ લાગી
  • 7મા માળની બાલ્કનીમાંથી પાણીનો મારો કરી કાબૂ મેળવાયો
  • ફાયર સિસ્ટમ હતી પરંતુ 3 વર્ષથી ફાયર NOC રિન્યૂ કરાઈ નથી
  • 6 ફાયર ફાઇટરોએ 2.30 કલાકની જહેમત પછી આગ પર કંટ્રોલ મેળવ્યો

પાલડી નારાયણનગર રોડ શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા સત્વ ફલેટમાં F બ્લોકના છઠ્ઠા માળે એક ફલેટમાં સોમવારે 5.15 વાગે આગ લાગતા 40 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા હતા. કૃણાલ શાહના ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લાકડા કાપવા ઉપયોગમાં લેવાયેલા કટરના ખુલ્લા વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. લાકડાનું મટિરિયલ ઉપરાંત વાયરો ખુલ્લા હોવાથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી.

ફાયરબ્રિગેડને કોલ મળતાં 6 જેટલા ફાયર ફાયટર અને એક્સલેટર સહિતની ગાડીઓ ઘટના સ્થળએ પહોંચી હતી. 2.30 કલાકની જહેમતના અંતે ફાયરની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે છઠ્ઠા માળે લાગેલી આગનો ધૂમાડો અન્ય ફ્લેટમાં પ્રસરતા લોકોને શ્વાસમાં તકલીફ થઈ હતી. જેથી ફાયરના જવાનો 7મા માળે બાલ્કનીમાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને ધૂમાડાથી શ્વાસમાં તકલીફ થઈ હતી તેવા 40 લોકોને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા જ્યારે 10 લોકોને ધાબે લઈ જવાયા હતા. જોકે કોઈ પણ જાનહાનિ થઈ નહતી. હાઇરાઇઝ ફ્લેટમાં છેલ્લા 3 વર્ષથી ફાયર એનઓસી રિન્યુ ન કરાયું હોવાનું ફાયરબ્રિગેડની તપાસમાં જાણવા મળ્યું છે.

શેડ-ગાર્ડનના કારણે હાઈડ્રોલિક સીડી અંદર લઈ જઈ શકાઈ નહીં
ફલેટના 6 બ્લોકમાંથી 2 બ્લોકમાં કોમર્શિયલ શેડ અને ગાર્ડન છે. જેના કારણે ફાયર બ્રિગેડના જવાનો ગજરાજ અને હાઈડ્રોલીક સીડી અંદર લઇ જઈ શકયા ન હતા. જેના કારણે નાના ટેન્કર અને ફાઈટરની મદદથી આગ બુઝાવવામાં આવી હતી.

ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ હતી, પરંતુ ચાલુ કન્ડિશનમાં ન હતી
એડિશનલ ચીફ ફાયર ઓફિસરે રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે,​​​​​​​ ફલેટમાં ફાયર સિસ્ટમ હતી પરંતુ ચાલતી ન હતી. લગભગ 3 વર્ષથી ફાયર સિસ્ટમની એનઓસી લેવામાં આવી નથી. આગ કાબુમાં લેવા માટે બ્લોકનો વીજ પૂરવઠો અને ગેસ પૂરવઠો બંધ કરી દેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here