ખુશખબર : ભારતમાં કોરોનાની 3 માંથી 2 રસી આ મહિને થઈ શકે છે લોન્ચ, સરકારે કરી આ તૈયારી

0
224
કોરોના વાયરસની રસીના ડોઝ આવતા વર્ષના માર્ચ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. ભારત સરકારને આશા છે કે ત્યાં સુધીમાં 3 ટ્રાયલ પુરા થઈ શકે છે અને એક્સપર્ટ્સ પાસેથી ક્લિયરન્સ પણ મળી જશે. દેશમાં કુલ 3 રસીઓના હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે. સરકારને લાગે છે કે આમાંથી 2 તો માર્ચ સુધી લોન્ચ માટે તૈયાર થઈ જશે.
  •  દેશમાં કુલ 3 રસીઓના હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે
  •  કઈ 2 રસી માર્ચ સુધીમાં લોન્ચ થવાની આશા છે
  • સરકાર જુલાઈ 2021 સુધીમાં 40-50 કરોડ ડોઝ મેળવી લેવાની યોજના બનાવી રહી છે

ગત અઠવાડિયે 3 મોટા રસી ઉત્પાદકોએ નિર્માતાઓ સાથે સરકાર સાથે બેઠક કરી છે. જેમાં રસીની ઉપલબ્ધતાને લઈને રેગ્યુલેટરી અપ્રુવલ, ડિસ્ટ્રીબ્યૂશન પર વાત થઈ. જો બધુ બરાબર રહેશે તો કંપનીઓ માર્ચ સુધી રસી લોન્ચ કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન કહી ચૂક્યા છે કે સરકાર જુલાઈ 2021 સુધીમાં 40-50 કરોડ ડોઝ મેળવી લેવાની યોજના બનાવી રહી છે. જાણો કઈ 2 રસી માર્ચ સુધીમાં લોન્ચ થવાની આશા છે. 

1. કોવિશીલ્ડ આ રેસમાં સૌથી આગળ છે

કોણે બનાવી : ઓક્સફોર્ડ યુનિવર્સિટી -અસ્ત્રાજેનેકા, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આને ભારત લાવવા માટે અસ્ત્રાજેનેકા સાથે કરાર કર્યા છે.
કેવા પ્રકારની રસી : નોન રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટસ રસી
હ્યુમન ટ્રાયલ સ્ટેટસ : ફેઝ -2
અંદાજીત કિંમત :  શરુઆતમાં આની કિંમત 1 હજારની આસપાસ થઈ શકે. નીચલા અને મધ્યમ વર્ગના દેશોમાં લગભગ 3 ડૉલર (225 રુ) માં ઉપલબ્ધ કરાવાશે.

2. સ્વદેશી કોવેક્સિન 

કોણે બનાવી : ICMR-NIV અને ભારત બાયોરેક 
કેવા પ્રકારની રસી : ઈનએક્ટિવેટેડ વાયરસ વેક્સીન
હ્યુમન ટ્રાયલ સ્ટેટસ : ફેઝ -2
અંદાજીત કિંમત : એક બોટલની કિંમત ઘણી ઓછી રહેશે. લગભગ 100 રુ. થી ઘણી ઓછી. જો કે અંતે કિંમત રેગુલેટરી અપ્રુવલ બાદ ખબર પડશે.


3. ઝાયકોવ – ડી વેક્સીન

કોણે બનાવી : ઝાયડસ કેડિલા
કેવા પ્રકારની રસી : DNA બેસ્ડ વેક્સીન
હ્યુમન ટ્રાયલ સ્ટેટસ : ફેઝ -2
અંદાજીત કિંમત : જોકે આની કિંમત હજુ સામે નથી આવી પણ બાકીની કંપનીઓની જેમ ઝાયડસ તેની કિંમત 1 હજારથી ઓછી રાખી શકે છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે કહ્યું કે સરકારે જુલાઈ 2021 સુધી 40-50 કરોડ ડોઝ મળવાની આશા સેવાઈ રહી છે. જેનાથી 20થી 25 કરોડ લોકોને રસી આપવામાં આવશે.  એટલે કે સરકારી અંદાજ  મુજબ જુલાઈ સુધી 20 ટકા વસ્તીને જ રસી મળશે. ભારતની હાલની વસ્તી 130 કરોડ મનાઈ રહી છે. ભારતમાં 3 વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. ડૉ . હર્ષવર્ધનને કહ્યું કે સરકાર વેક્સીનના સ્ટોરેજ અને રસીકરણની પ્રક્રિયાને લઈને હોમવર્ક તૈયાર કરવાના છેલ્લા ચરણમાં છે. કે શરુઆતમાં ડોઢ  કોવિડ-19ના મેનેજમેન્ટમાં લાગેલા હેલ્થ વર્કર્સને મળશે. જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ્સ, સ્ટાફ, આશા વર્કર્સ, સફાઇ કર્મચારી સામેલ હશે. રસી કેન્દ્ર સરકાર મેળવશે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે રસી ઉત્પાદન કરનારી કંપનીઓ સાથે કોઈ ડીલ ન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here