પ્રેરણા/ મેડીકલ સંચાલક દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં હેલ્થ સ્ક્રીનીંગ થર્મોમીટર અર્પણ

0
728

જેતપુર તા.રર: જેતપુરના કાગવડ ખાતે બીરાજમાન માં ખોડલના ધામ ‘ખોડલધામ’ મંદિર પરિસરમાં એકી સાથે એક જ સ્થળ ઉપર લાખો લોકો એકઠા થઇને લેઉઆ પટેલ સમાજનું આસ્થાનું પ્રતિક સમું પવિત્ર ધામ તરીકે સાક્ષી પુરનાર ખોડલધામ મંદિરને અનેક વિશ્વવિક્રમ નોંધણીમાં સ્થાન પામ્યું છે ત્યારે હાલ કોરોના વાયરસની મહામારીને કારણે લોકોડાઉનની અમલવારીને કારણે સાવ સુમસામ છે, પરંતુ મંદિરના પુજારી, ઓફિસના અમુક સ્ટાફ, સીક્યુરીટીની દેખરેખ હેઠળ દરરોજ આરતી, પૂજા નિયત સમય મુજબ કાર્યરત છે. સ્વાસ્થ્યના ભાગરૂપે કોરોનાથી કોઇપણ સંક્રમીત ન થાય તેનું હેલ્થ સ્ક્રેનીંગ કાયમી થઇ શકે ત્યારે નવાગઢના ઘનશ્યામ કમાણી ખોડલ મેડિકલના સહયોગથી ખોડલધામ ટ્રસ્ટને ઇન્ફ્રારેડ થર્મોમીટર ગન ડોનેટ કરવામાં આવેલ હતી. મંદિરના કર્મચારીઓને કાયમી ચેકઅપ કરી મંદિરની સફાઇથી લઇને તમામ કાર્યવાહી થશે તેવી જાણકારી મળેલ હતી.

(તસ્વીર: રાકેશ પટેલ-જેતપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here