અમદાવાદ આવતી ટ્રેનો પેસેન્જર સાથે કોરોના પણ લાવી : 27 દિવસમાં 567 પોઝીટીવ

0
69
કાલુપુર રેલવે સ્ટેશન પર 42 હજારથી વધુ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું

રાજકોટ અનલોકમાં આંતરરાજ્ય રેલ સેવા શરૂ થયા બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મહાનગર પાલિકા દ્વારા કોરોના ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરાઈ છે. અન્ય રાજ્યમાંથી આવતા દરેક મુસાફરનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લા 27 દિવસમાં અહીંથી 567 પોઝીટીવ સામે આવ્યા છે.

7 સપ્ટેમ્બરથી કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ હતી. હાલ અમદાવાદમાં દરરોજ 3 ટ્રેનો આવે છે. રાજધાની એક્સપ્રેસ, મુઝફ્ફરપુર એક્સપ્રેસ, ગોરખપુર અને હાવડા એક્સપ્રેસ. જેમાંથી ઉતરતા તમામ પેસેન્જરોનું ફરજિયાત રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં થાય છે. આ આયોજનમાં 42 હજારથી વધુ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 567 મુસાફરો પોઝીટીવ જણાયા હતા.

પોઝિટિવ દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશનના કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવે છે. જો તેમની તબીયત નાજુક જણાય તો તેમને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ સિવાય હળવા લક્ષણો ધરાવતા મુસાફરોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. ત્યાં પણ દર્દીનું નિયમિત ચેકઅપ થાય છે. અત્યાર સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી સૌથી વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here