નિસ્વાર્થ સેવા સમિતિ જસદણ ના આયોજન હેઠળ જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સારી રીતે સમય પસાર કરી શકે તે માટે કોવિડ સેન્ટરમાં લાઈબ્રેરી શરૂ કરવા પુસ્તકો ની પહેલ માટે અપીલ કરવામાં આવી હતી જે અપીલ જસદણ શહેરની નાની એવી બાળકી દેવી રમેશભાઈ જેસાણી ની નજરમાં આવતા બે દિવસથી આજુબાજુ અને સગાસંબંધી પાસે વિવિધ પ્રકારના રસપ્રદ પુસ્તકો મેળવીને આજરોજ તેના જન્મદિને દેવી એ તેના પિતા રમેશભાઈ ના હસ્તે સરકારી હોસ્પિટલમાં ફરજ પર ના અધિકારી ઓને પહોંચતા કરી જન્મદિનની પ્રેરણારૂપી ઉજવણી કરી હતી.
અહેવાલ- કરસન બાંમટા, જસદણ