ત્રીમાસિક પુણ્ય તિથિએ 15 ગરીબ પરિવારોને 15 કિલોની રાશન કીટ નું કર્યું અન્નદાન.

0
98

ગોંડલ ની ખુબજ જૂની ઘનશ્યામ લેબોરેટરીવાળા સિયારા પરિવારના યુવાન પુત્ર માત્ર 22 વર્ષની કુમળી ઉંમરે આકસ્મિક અવસાન પામેલ ચિ. સૌરભ આશુતોષભાઈ સિયારા ની તૃતીય માસિક પુણ્યતિથિએ સિયારા પરિવાર તરફથી ગોંડલ ના ગરીબ અને જરૂરિયાતવાળા 15 પરિવારને 15 કિલો ની એક એવી 15 રાશનકીટ જેમાં ઘઉંનો લોટ,ખાંડ,ચા,ચણાનું વેશન, જીરાશાહી ચોખા,ગોળ,સાબુ,તેલ 1 લીટર,નિમક તેમજ અન્ય રાશન સામગ્રી સિયારા પરિવારે પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના સહકારથી પરિવારના ઘરે રૂબરૂ જઈને આપવામાં આવેલ. તેમજ બાપા સીતારામ અન્નક્ષેત્ર માં તેમની જરૂરિયાત મુજબ તુવેરની દાળ નું બાચકુ આપવામાં આવેલ..
વર્તમાન કોરોના કાળમાં મધ્યમવર્ગ ના પરિવારજનો ને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે,ત્યારે યુવાનપુત્ર ની ત્રિમાસિક તિથિએ ગરીબ પરિવારોને રાશનકીટ દાન કરી સમાજમાં સિયારા પરિવારે ઉમદા માનવસેવા નું ઉદાહરણ અને અનુકરણીય કાર્ય કરેલ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here