રાજકોટમાં ITC ફોર્ચ્યુન વાઇનશોપનું નામ વટાવી શખ્સે દારૂ વેચવા ફેસબુક પર ડમી પેજ બનાવ્યું, વોટ્સએપ પર ઓર્ડર કન્ફર્મ કરે છે

0
475

રાજકોટ. છેલ્લા બે દિવસથી અજાણ્યા શખ્સે રાજકોટમાં લિકર (દારૂ) વેચવા માટેનું બનાવટી ફેસબુક પેજ બનાવ્યું છે અને આઇ.ટી.સી. ફોર્ચ્યુન વાઇનશોપનું નામ વટાવી રહ્યો છે. પોતાનું નામ સુનિલ કહે છે અને માહિતી મુજબ 50 ટકા એડવાન્સ ગૂગલ પેમાં ડિપોઝીટ કરીને પરમિટ વગર દારૂની ડિલિવરી ઘરે પહોચી જશે અને ડિલિવરી માટે લોકેશન વોટ્સએપમાં મંગાવી ઓર્ડર કન્ફર્મ કરે છે. આ અંગે ફોર્ચ્યુન હોટલના સંચાલકે સાયબર સેલમાં વિગતવાર ફરિયાદ પણ કરી છે. જેમાં જણાવ્યું છે કે, કોઈએ પણ આવા ફેસબુક કે બીજા કોઈ પણ પ્રકારના માધ્યમની માહિતી અથવા સંદેશાઓને માન્ય ગણશો નહીં. અમો અહીં જાણ કરવા માગીએ છીએ કે આઇ.ટી.સી. ફોર્ચ્યુન હોટલ સરકાર માન્ય 5 સ્ટાર હોટેલ છે. જેમાં માન્ય પરમિટ વગર વાઇનશોપમાં દારૂનું વેચાણ થતું નથી. અને અમારી વાઇનશોપ નશાબંધી અને  આબકારી ખાતાના નીતિ નિયમ મુજબ કાર્ય કરે છે. લોકડાઉનને કારણે અમારી વાઈનશોપ હાલ પૂરતી બંધ છે. નશાબંધી અને આબકારી ખાતાના આદેશ બાદ જ અમારી વાઈનશોપ કાર્યરત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here