વેરાવળ તાલુકાના બીજ ગામે ધરતી પુત્ર યે મગફળી નો પાક સળગાવી દીધો.

0
95

વેરાવળ તાલુકાના બીજ ગામ નો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં ધરતીપુત્ર યે પોતાનો પાક નિષ્ફળ જતા મગફળી ના પાકને સળગાવી નાંખયો છે.ગિરસોમનાથ જિલ્લામાં આ વર્ષે અતિ વૃષ્ટિ ના લીધે મગફળી નો પાક નિષ્ફળ ગયો છે.હાલ ધરતી પુત્રો ને પડા ઉપર પાટું જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.


એક કડવું સત્ય યે પણ છે કે ગિરસોમનાથ જિલ્લામાં ૬૦ % ખેડૂતો નો મગફળી પાક નિષ્ફળ ગયો છે ત્યારે બીજી બાજું સરકાર દ્વારા મગફળી ખરીદી કરવાની હોય તેમાં નોંધાણીમાં પડાપડી થઈ રહી છે. આ વાત સિકાની બે બાજુ જોવા મળી રહી છે. અહીંયા ખરેખર સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે મગફળી પાક નિષ્ફળ જોવા મળી રહ્યો છે.ત્યારે આ થયેલ નોંધણી નો લાભ ખેડૂતોના ખંભે બંદૂક ફોડી ? લાભ કોને ? ગિરસોમનાથ જિલ્લાના ખેડૂતો ની હાલ સ્થિતિ કફોડી જોવા મળી રહી છે.સરકાર દ્વારા પણ પાક નિષ્ફળ જતા સર્વે ની કામગીરી હાથ ધરી છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here