અંધેરી નગરી ને ગંડુ રાજા: જેતપુરનું પોલીસતંત્ર પોતે જ નિયમોની કરે છે એસીતેસી !!

0
1469

તા.26,જેતપુર: સમગ્ર ભારત ભરમાં હાલમાં કોરોનારૂપી વિકટ મહામારીએ ભરડો લીધો છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે આ દરમિયાન પોલીસ પોતાના પરિવાર ને છોડીને ફ્રન્ટ લાઈન યોદ્ધા તરીકે સરહાનિય ફરજ નિભાવી રહી છે.પરંતુ અનેક જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નીમવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ તથા સલામતી માટે નીમવામાં આવેલા હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનોના ઉદ્ધતાઈભર્યા વર્તન ના કિસ્સાઓ સામે આવ્યા છે .

નેમ પ્લેટ વિનાના હોમગાર્ડઝ જવાનો રહે છે હંમેશા મોબાઈલમાં મસ્ત

ઉલ્લેખનીય છે કે , રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના હ્ર્દય ગણી શકાય તેવા તીનબતી ચોક,સ્ટેન્ડ ચોક,તેમજ સરદાર ચોકમાં પોલમપોલ ચાલી રહી છે. કારણ કે હોમગાર્ડ જવાનો પાસે પૂર્ણ યુનોફોર્મ નથી અને નેમ પ્લેટ વગર ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક સમસ્યા હલ કરવાની બદલે બાઇક પર બેસી મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને પોલીસ પોતે જ કાયદાનું ઉલઘન કરી રહી છે અને જો સામાન્ય માણસને બાઇક તેમજ કારમાં HSRP નંબર પ્લેટ ફરજિયાત અને પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડ તથા હોમગાર્ડઝ અને GRD જવાનોને ફેન્સી નંબર પ્લેટ. વળી બ્રિગેડની બાઇકમાં તો નંબર પ્લેટ જ નહીં પોલીસ સામાન્ય માણસ જો નિયમ તોડે તો મનફાવે તેવા દંડ ફટકારે છે. પરંતુ જેતપુર પોલીસને તો કોઈ કેવા વાળું ના હોય તેમ પોતે પોતાનું પોલીસ રાજ ચલાવે છે તેવું દેખાઈ રહ્યું છે. જેતપુર સીટી પી.આઈ પણ આ બાબતે અજાણ હોય તેવું કરી જનતા ને દંડ ફટકારવામાં કઈ બાકી નથી રાખતા. ઉપરાંત જ્યારે એક IPS અધિકારી જેતપુરમાં ફરજ બજાવતા હોય ત્યારે આ પ્રકારની પોલમપોલ પોલીસ ખાતામાં કેમ ચલાવી શકાય !!! તે એક મહત્વનો પ્રશ્ન છે.

સામાન્ય પ્રજાને HSRP નંબર પ્લેટનો દંડ, તો પોલીસ ને કેમ નહિ ??

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ આ બાબતે અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે પોલીસ સામાન્ય માણસને દંડે એ પહેલાં પોલીસ જ આ નિયમોનું પાલન નહીં કરે તો કેવી રીતે ચાલશે ? જો આવી જ રીતે જેતપુરમાં પોલિસ તંત્ર ચાલશે તો એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આવા પોલીસરાજથી સામાન્ય જનતાને આગામી સમયમાં ભોગ બનવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here