સુત્રાપાડામાં મદદગાર ફાઉન્ડેશનની પ્રશંસનિય કામગીરી

0
59

સુત્રાપાડાના લોકો માટે મદદગાર થવા માટે યુવના દ્વારા એક ફાઉન્ડેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેનું નામ મદદગાર ફાઉન્ડેશન રાખવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશનની કામગીરીની પ્રશંસા હાલ સમગ્ર પંથકમાં થઇ રહી છે. સુત્રાપાડાના યુવાનો નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યાં છે.


મદદગાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા, ઇમરજન્સી બ્લડ સેવા, તેમજ ઝુંપજપટ્ટીમાં રહેતા લોકોના બાળકોને રમકડાં, નાસ્તો અને તહેવારોમાં મીઠાઇ વેચવામાં આવે છે. આર્થિક રીતે નબળા લોકોને દવાખાનામાં સારવાર માટે આર્થિક મદદ પણ કરવામાં આવે છે. લોકો પણ મદદગાર ફાઉન્ડેશનની કામગીરીથી પ્રભાવિત થઇ સ્વૈચ્છિક દાન આપી રહ્યાં છે. જે દાનનો સદઉપયોગ થઇ સાચા અર્થમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે.


મહારાષ્ટ્રનો એક પરિવાર મંજૂરી અર્થે સુત્રાપાડાના ઉંબરી ગામે આવ્યો હતો અને થોડા દિવસ પહેલા મંજૂરી કરવા આવેલા પરિવારની મહિલાને સર્પ કરડતા હોસ્પિટલ લઇ જવાની જરૂરિયાત ઉભી થઇ પણ પરિવારની સ્થિતિ એટલી ખરાબ હતી કે હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવી શકે તેમ ન હતો. આવા સમયે મદદગાર ફાઉન્ડેશન ખરા અર્થમાં મદદગાર બન્યું, પરિવારને વ્હારે આવી સારવારનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની પરિવારને બાંહેધરી આપી. બાદમાં મહિલાને શ્રીનાથજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલનો તમામ ખર્ચ મદદગાર ફાઉન્ડેશન દ્વારા ચૂકવવામાં આવ્યો. મદદગાર ફાઉન્ડેશનની મદદથી મહિલા સ્વસ્થ થઇ ઘરે પરત ફરી. એટલું જ નહી પરિવારને 5 હજાર રૂપિયાની આર્થિક મદદ પણ કરવામાં આવી.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here