જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૧ કોરોના ની ઝપટે…

0
96

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૦૮ અને વિંછીયા શહેર / તાલુકામાં ૬૦ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૭ મહિલા અને ૨ પુરૂષ નો તેમજ વિરનગર ૧ મઢડા ૧ મદાવા ૧ પારેવાળા ૧ લીલાપુર ૧ ચોટીલા તાલુકાના ધારી ૧ સણોસરા ૧ વડાળી ૧ રાજકોટ ૧ એમ કુલ ૧૮ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તેમજ RTPCR રાજકોટ લેબોરેટરીમાં ૩ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૨૧ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ…

વિંછીયા પંથકમાં આજના દિવસમાં એકપણ નવો કેસ નહી નોંધાતા વિંછીયા પંથકની જાગૃત જનતા ને આત્મીય અભિનંદન..

વિનમ્રતા પૂર્વક અપીલ

જસદણ શહેર તેમજ પંથકમાં જે રોકેટગતિ એ કોરોના વાઈરસ નું સંક્રમણ વધી રહ્યું છે તેને અટકાવવું ખૂબજ જરૂરી બન્યું છે તેવા સંજોગોમાં જસદણ – વિંછીયા વહીવટી તંત્ર – આરોગ્ય વિભાગ – પોલીસ વિભાગ તેમજ નગરપાલિકા તરફથી આપવામાં આવતી સૂચના નું પૂર્ણપણે પાલન કરી સાવચેતી રાખવા સૌ જાગૃત નાગરિકોને આત્મીય અપીલ…

જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આજરોજ હેમલભાઈ રસીકભાઈ બાબરીયા તરફથી સફરજન આપવામાં આવ્યા હતા

અહેવાલ- કરસન બાંમટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here