ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભરતી અંગે મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી.

0
203

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ ભાઈ રૂપાલા અને પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા ને પત્ર લખી માંગ કરી હતી કે


આગામી તા. 21 ના ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ થનાર છે, સરકાર તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે બરદાન ભરતી નો નિયમ 30 કિલો રાખવામાં આવેલ છે. પરંતુ ચાલુ સીઝનમાં અતિવૃષ્ટિ ને કારણે મગફળીની ગુણવત્તા ને નુકશાન થયું છે જેથી 30 કિલો ના નિયમ માં સુધારો કરી 25 કિલો ભરતી ની મંજૂરી આપવાની તાતી જરૂરિયાત છે તો ખેડૂતોના હિતમાં આ બાબતે નિર્ણય થવો જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here