ભાજપની દશા બગડી: પાંચ પક્ષપલ્ટુઓને ટિકીટ આપવી પડશે, ત્રણ બેઠકોમાં નવા નામ

0
291

ગુજરાત પ્રદેશના નેતાઓએ ત્રણ બેઠકોડાંગ, ગઢડા અને લીંમડીમાં પેનલ બનાવી, આખરી નામ હાઇકમાન્ડ ફાઇનલ કરશે

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ હાલત કફોડી બની છે. જે ઉમેદવારોની હારવાની શક્યતા વધારે છે તેવા ઉમેદવારોને ફરજીયાત ટિકીટ આપવી પડી રહી છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને જેમને ટિકીટની ખાત્રી આપી છે તેઓ હારી જાય તેવી સંભાવના છે તેથી તેમને ટિકીટ આપવી જોઇએ નહીં.


પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ભાજપ આગેવાનોની બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સીઆર પાટીલે અગાઉ તેમની નિયુક્તિ વખતે કહ્યું હતું કે ભાજપ તેના સંગઠનના જોર પર ચૂંટણી લડશે પરંતુ અગાઉના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વચન આપ્યું હોવાથી ભાજપ પાંચ બેઠકોમાં પક્ષપલ્ટુઓને ટિકીટ આપી રહ્યું છે.


ભાજપ નેતાઓ માત્ર ત્રણ બેઠકો  ડાંગ, ગઢડા અને લીંમડીમાં ત્રણ નામોની પેનલ બનાવશે, જ્યારે પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકીટ આપશે. પાર્ટીએ નક્કી કયર્િ પ્રમાણે મોરબીમાં બ્રિજેશ મેરજા, કપરાડામાં જીતુ ચૌધરી, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીમાં જેવી કાકડિયા અને કરજણ બેઠક પર અક્ષય પટેલનું નામ પસંદ કર્યું છે. આ પાંચ બેઠકોમાં ભાજપ પેનલો બનાવવાનું નથી.


પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે ઉમેદવારોના નામ સાથે સ્થાનિક સમીકરણો અંગે ચચર્િ કરવામાં આવી છે. આ પાંચ નામો ઔપચારિકતા ખાતર દિલ્હી મોકલવામાં આવશે. ડાંગ બેઠક પર ભાજપ ચાર દાવેદારોમાં પૂર્વ ધારાસભ્ય વિજય પટેલ, બાબુભાઇ ચોયર્,િ દશરથ પોવાર અને રાજેશ ગામિતનો સમાવેશ થાય છે.


ગઢડા બેઠક પર વિવાદ વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું નામ નિશ્ચિત છે જ્યારે લીંમડી બેઠક પર કોળી સમાજને ટિકીટ આપવાની માગણી થઇ છે પરંતુ પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાનું નામ અગ્રેસર છે. ભાજપ આ બન્ને બેઠકો પર પૂર્વ મંત્રીઓને ચૂંટણી લડાવવા માગે છે આમ છતાં બીજા બે નામ પેનલમાં મૂકવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here