બોટાદ જિલ્લાના એક રત્ન કલાકારે કિન્નરનો ભેખ ધારણ કરી નિરાધાર ગાયોની સેવા કરે છે, ગાયોના જીવ બચાવવા દિવસ-રાત મહેનત કરે છે

0
143
  • પોતાનું આ જીવન ગાય માતાની સેવા માટે સમર્પિત કરી સમાજને અનોખું ઉદાહરણ આપ્યું

મુળ બોટાદ જિલ્લાના ઝમરાળામાં રહેતા અને છેલ્લા બે દાયકાથી ભાવનગરમાં સ્થાયી થયેલા વિનોદ કુમાર 15 વર્ષ પહેલા ભાવનગરમાં રત્ના કલાકાર તરીકે હીરા ઘસતા હતાં. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે. આ વિનોદ કુમાર જ્યારે રત્ન કલાકાર તરીકે નોકરી કરતા એ સમયે એક ગાયને રીબાતી જોઈ, જેથી તેમનું હૃદય દ્રવી ઊઠયું અને મનોમન નક્કી કરી ગાયોની સેવા કરવા માટે ઘરસંસાર છોડી કિન્નરનો ભેખ ધારણ કરી લીધો. નિરાધાર, અપંગ ગાયોની સેવા કાજે પોતાનું આ જીવન સમર્પિત કરી દીધું, કિન્નર થવાનું કારણ એ છે કે મોટા પ્રમાણમાં બીમાર પડતી ગાયોને જોઈ સેવા કરવાની ઇચ્છા હતી. પરંતુ અવાર-નવાર પૈસાની પણ જરૂર પડતી ત્યારે આ રત્નકલાકારેને વિચાર આવ્યો કે હું કિન્નરમાં ભરતી થઈ જાવ અને લોકો પાસેથી દાન સ્વીકારી રોડ-પર નિરાધાર પીડાતી ગાયોની સેવા કરી શકુ. આ વિચારને સાર્થક કરવા રત્ન કલાકારે પોતાના પરિવારની મરજી ન હોવા છતાં ગાય માતાની સેવા કરવા માટે કિન્નરનો ભેખ ધારણ કરી લીધો.

નયનાકુંવર પોતાની આવકનો ઉપયોગ ગાયોની સેવામાં કરે છે
નરશ્રેષ્ઠ, નારીશ્રેષ્ઠના ઘણાં ઉદાહરણો આપણા સમાજમાં છે, પરંતુ આ વાત છે એક કિન્નર શ્રેષ્ઠની ! તેમણે ગુરુ ક્રિષ્નાકુંવર પાસે દીક્ષા લીધેલી હોવાથી હાલનું પુરુ નામ નયનાકુંવર છે. ભાવનગર સિદસર ગામ નજીક ભગતની ગૌશાળા તરીકે ઓળખાતો આશ્રમ છે કે જ્યાં અપંગ, અશક્ત, બીમાર નિરાધાર એવી 150થી વધુ ગાયો છે. જેની આ કિન્નર દિવસ-રાત સેવા કરે છે તેમજ અનેક ભક્તો પણ આર્થિક સહયોગ આપે છે અને પોતે પણ કમાઈને આવકનો અહીં ઉપયોગ કરે છે.

રસ્તા પરથી નીકળતા વાહનચાલકો પાસેથી દાન સ્વીકારી ગાયોની સેવા કરે છે
નયનાકુંવર વહેલી સવારે 4 વાગ્યે જાગીને પોતે બનાવેલા મંદિરમાં બહુચરાજી માતાની આરાધના કરે અને ત્યારબાદ કાયમી સ્થળે એટલે કે નારી ચોકડીથી ધોલેરા તરફના રોડ ઉપર ઊભા રહી ઠંડી , તડકો, વરસાદ સહન કરી માર્ગ પર પસાર થતાં વાહનચાલકો પાસેથી દાન સ્વીકાર કરી નિરાધાર બિમાર ગાયોની આશ્રમમાં સેવા કરે છે. નયનાકુંવરનું જીવન પૂર્ણપણે સંન્યાસીને છાજે તેવું છે. નયનાકુંવર જેઓ દરરોજ વહેલી સવારે નારીગામ પાસે અમદાવાદ હાઈવે પર રસ્તા પરથી નીકળતા વાહનચાલકો પાસેથી દાન સ્વીકારી ગાયોની સેવા કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here