વાઈફ નેહા સ્વામી પછી અર્જુન બિજલાનીનો દીકરો કોરોના પોઝિટિવ, દુઃખી થઈને કહ્યું- ‘જે પળની સૌથી વધુ બીક હતી દુર્ભાગ્યથી એ જ આવી ગઈ’

0
87

અર્જુન બિજલાનીએ 4 ઓક્ટોબરે તેની વાઈફ નેહા સ્વામીની કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. એક્ટરે જણાવ્યું હતું કે નેહા સંક્રમિત થયા બાદ ઘરે જ ક્વોરન્ટીન થઇ છે. નેહાનો રિપોર્ટ આવ્યા બાદ અર્જુન બિજલાની અને તેના દીકરાએ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ ડીટેલ ટેસ્ટમાં તેનો દીકરો આયાન પણ સંક્રમિત મળ્યો છે. જ્યારે અર્જુનનો બીજી વખત પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

માતા સાથે આયાન ક્વોરન્ટીન થયો
નેહા સ્વામી રિપોર્ટ આવ્યા બાદ ઘરે જ ક્વોરન્ટીન હતી. હવે આયાન પણ તેની સાથે રહે છે. આ વિશે જણાવતા અર્જુને લખ્યું કે, ‘જે પળનો સૌથી વધુ ડર હતો દુર્ભાગ્યપણે તે જ આવી ગયો. મારો દીકરો આયાન કોરોના પોઝિટિવ આવ્યો. તેનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ ડીટેલ PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આયાન મારી વાઈફ નેહા સાથે ક્વોરન્ટીન છે જે ખુદ કોરોના વાઇરસ સામે લડી રહી છે. મારા બંને ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને હું આશા રાખું છું કે હું નેગેટિવ જ રહું જેથી હું મારા પરિવારનું ધ્યાન રાખી શકું, ભલે આવું દૂર રહીને કરવું પડે.’

લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી
એક્ટરે આગળ લોકોને સતર્ક રહેવાની સલાહ આપતા લખ્યું, ‘હાલ હું તમને બધાને માત્ર સુરક્ષિત રહેવા માટે કહી શકું છું. તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે આ વાઇરસના સંપર્કમાં આવી ગયા. બહારની દુનિયા હાલ ઘણી મોહક લાગી રહી છે પણ બેટર રહેશે કે આપણે સાવધાન રહીએ. વાઇરસના લક્ષણ દરેક માણસમાં અલગ રીતે દેખાય છે માટે પ્લીઝ વાઇરસને હળવાશમાં ન લો. અમને પ્રાર્થનામાં યાદ રાખજો અને સુરક્ષિત રહો. પ્રાર્થના કરું છું કે વાઇરસ તમારા ઘર સુધી ન પહોંચે.’

નેહા સ્વામીનો કોરોના રિપોર્ટ 4 ઓક્ટોબરે પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ અર્જુનનો આખો પરિવાર 14 દિવસ માટે ક્વોરન્ટીન હતો. થોડા જ દિવસમાં એક્ટરે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં રિપોર્ટમાં અર્જુના હાઉસ હેલ્પર, દીકરો અને તે ખુદ નેગેટિવ આવ્યા હતા. આ વાતની જાણકારી અર્જુને ઇન્સ્ટાગ્રામ મારફતે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here