બાયોડીઝલ સ્કેમ: અમદાવાદ SGST ટીમના કચ્છમાં લટાર,ગાંધીધામની ૩ મુન્દ્રાની ૧ પેઢી ઝપટે ચડી, બાયોડીઝલ માફિયાઓમાં ફફડાટ

0
445

બાયોડિઝલના નામે ગેરકાયદેસર વેપલો કરનારાઓ પર સરકારની કડક કાર્યવાહી તેજ : સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટની અમદાવાદ-રાજકોટની ટીમોએ પાછલા સપ્તાહમાં જિલ્લામાં અલગ અલગ પેઢીમાં હાથ
ધર્યા ક્રોસ સર્ચ ઓપરેશન : બાયોડિઝલના નામે ગફલા કરનારાઓમાં ફેલાયો ભારે ફફડાટ

અમદાવાદ એન્ફોર્સમેન્ટ કક્ષાએથી મળેલી સુચના આધારે GSTની ટીમોનાં કચ્છના ગાંધીધામ-મુંદરામા ધામા

ગાંધીધામ : બાયોડિઝલની આડમાં થઈ રહેલા ગેરકાયદે વેપલાની સામે દેશભરમાં ઠેર ઠેરથી વિરોધનો વંટોળ ઉભો થવા પામી ચૂકયો છે અને ગુજરાત તથા કચ્છમાં પણ કન્ઝુમર્સ પેટ્રોલપંપ વાળાઓ પણ આ પ્રકારના ગેરકાયદેસર વેચાણના લીધે તેઓના ધંધાઓ ઠપ્પ થઈ ગયા હોવાના પણ વીધીવત આવેદનો સરકાર સુધી આપી ચુકયા છે. બાદમાં હવે સરકાર દ્વારા પણ જાણે કે, આવા બોયોડિજલના નામે થતા ગેરકાયદે વેપલાને અટકાવવા રણનીતી ઘડી અને જુદી જુદી ટીમોને જવાબદારીઓ આપી દેવામા આવી છે ત્યારે કચ્છમાં પણ અમદાવાદ સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ડાયરેકટરની ટીમોએ તવાઈ બોલાવી અને રીતસરના ક્રોસીગ સર્ચ આપેરશનો હાથ ધર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટની અમદાવાદ વિભાગના નેતૃત્વ અને આદેશ હેઠળ રાજકોટની ટીમોએ પાછલા સપ્તાહમાં જિલ્લામાં અલગ અલગ પેઢીમાં ક્રોસ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હોવાનુ બહાર આવવા પામી રહ્યુ છે. આ રીતે કરવામા આવી રહેલી કામગીરીથી બાયોડિજલના નામે ગફલા કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામી ગયો છે. આ અંગે રાજકોટ એન્ફોર્સમેન્ટ વિભાગના સ્ટેટ જીએસટીના આસીસટન્ટ કમિશ્નરની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, ગત સપ્તાહે અમદાવાદ વિભાગના આદેશ તળે અમારી ટીમો કચ્છમાં ઉતરી હતી જેમા ત્રણ પેઢી ગાંધીધામની અને એક પેઢી મુંદરાની તપાસ હેઠળ લેવાઈ હતી.અમારી ટીમ સાથે પોલીસ વિભાગ પણ આ કાર્યવાહીમા જોડાયો હતો. જે ચાર પેઢીઓ પર તપાસ કરવામા આવી હતી તેમં ચકાસવામા આવ્યુ હતુ કે, તેઓ બાયોડિજનનુ ઉત્પાદન કરે છે અથવા તો તેવા કેાઈ પણ પ્રકારના પદાર્થનો વપરાશ કે વેંચાણ કરી રહ્યા છે ખરો? તો એ કયા આધોર કરવમા આવી રહ્યા છે? ચાર પૈકીના બે ડીલરે તો વેટ નંબર લીધલા હતા પરંતુ ધંધો જ ચાલુ ન કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ તો બાકીની બે પેઢીઓમા ચકાસણીઓ કરતા તેઓમાં પણ કેસ કરવા પાત્ર કોઈ જ વાંધાજનક વસ્તુઓ સામે આવી ન હોવાનુ જણાવાયુ હતુ. એકદંરે હવે પછી કચ્છમાં આ પ્રકારના બાયોડિઝલના જથ્થા પર પુરવઠા વિભાગ, પોલીસતંત્ર તથા જીએસટીની સંયુકત તવાઈ ચાલુ જ રહેવા પામી શકે છે તેવા પણ એંધાણ હાલતુરંત જોવાઈ રહ્યા છે.

ભચાઉ-સામખીયળી આસપાસની કંપનીમાં ત્રાટકો :તો બાયોડિઝલના મસમોટા કૌભાંડનો થાય ખુલાસો

ગાંધીધામ : રાજય સરકાર દ્વારા જ બાયોડિઝલ જથ્થાને લઈને ગંભીરતા દાખવવામા આવી છે ત્યારે હવે સ્ટેટ જીએસટીની કેટલીક ટીમોએ અહી લટાર મારી દીધી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે તેવામા જાણકારો દ્વાર આ ટીમોને સુચક ગર્ભિત ઈશારો કરવામા આવી રહ્યો છે કે, ભચાઉ અને સામખીયાળી આસપાસની કેટલીક કંપનીઓ તરફ જો વક્રદ્રષ્ટી કરવામા આવશે અથવા તો પછી કડકાઈથી ક્રોસ વેરીફીકેશન કરવામા આવશે તો મોટા બેજઓઈલના પ્રકરણનો ખુલાસો થવા પામી શકે તેમ છે. કહેવાય છે કે, અહીની સ્ટીલ આધારિત કેટલીક કંપનીઓ ખુબજ વિપુલ પ્રમાણમો બેઝઓઈલનો જથ્થો મંગાવી રહી છે અને તે અંતર્ગત જ સરકારની સ્કીમોના જીએસટી રીફંડ સહિતના મોટી રકમોના લાભો ઓળવી લીધા બાદ બીલ વગર બાયોડિજલની કાળાબજારી, બ્લેકમાર્કેટીગ કરવામા આવી રહી છે એટલે કે વેચાણ કરવામા આવી રહ્યુ હોવાનુ મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here