રાજકોટમાં રામાપીર ચોકડી નજીક BRTS રોડ પર એમ્બ્યુલન્સે રાહદારીને અડફેટે લીધા, ડ્રાઈવર ફરાર

0
135

રાજકોટમાં એમ્બ્યુલન્સે અકસ્માત સર્જી BRTS રૂટની રેલિંગ તોડી

  • ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો

રાજકોટમાં રામાપીર ચોકડી નજીક BRTS રોડ પર એક એમ્બ્યુલન્સે એક યુવાનને અડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

એમ્બ્યુલન્સ BRTSની રેલિંગ તોડી ટીપરવાન સાથે અથડાઇ
બપોરના સમયે એક યુવાન રામાપીર ચોકડી પાસે BRTC રૂટ પર રસ્તો ઓળંગી રહ્યો હતો. ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી રામાપીર ચોકડી તરફ જઇ રહેલી એમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ ગયો હતો અને લોહીલૂહાણ થઇ બેભાન થઇ ગયો હતો. અકસ્માત બાદ એમ્બ્યુલન્સના ચાલકે કાબૂ ગુમાવતાં તે BRTSની રેલિંગ તોડી ટીપરવાન સાથે અથડાઇ ગઇ હતી. સદનસીબે તેમાં કોઇને ઇજા થઇ નહોતી. એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી નહોતાં. ઘટનાસ્થળે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here