જેતપુરમાં ગણતરીનાં કલાકોમાં ગેંગરેપનાં વધુ ૨ આરોપીઓ ઝડપાયા

0
962

ગેંગરેપનાં ૫ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપીને ગુનો દાખલ કર્યો : હજુ ૧ ફરાર આરોપીને ઝડપવા પોલીસનાં ચક્રો ગતિમાન કર્યા

તા.૨૬, જેતપુર: શહેરની એક સગીર વિદ્યાર્થિનીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરી પૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટા પાડી તે ફોટા જાહેર કરવાની કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની સગીરાએ ઇ મેઈલથી પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.

જેતપુરની બારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધવલ પારખીયા નામના યુવાને તેને કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રો પણ હતા. જેમાં ધવલ તેમજ રાજુ અને અદાએ પણ સંબંધ બાંધ્યો અને ધવલે તેના મોબાઈલ વડે ફોટા પાડી લીધા. ત્યારબાદ પણ રાજકોટના રોનક દોંગા તેમજ વાડી માલિકે તેની સાથે દુષ્કર્મ કર્યું. આવો સીલસીલો ચાલુ જ રહ્યો જેમાં ધવલ ફોટા જાહેર કરવાની ધમકી આપી જો નહીં આવે તો તેના ભાઇને મારી નંખાશે તેમ કહી શારીરિક સંબંધ બાંધતો. ઉપરાંત ધવલના મિત્ર ખુશાલે પણ હવસ સંતોષી હતી. સગીર વિદ્યાર્થિનીને ધમકાવી રૂપિયા પડાવી લીધા હોય સગીરા ઘર છોડીને ચાલી ગઈ હતી પરંતુ પરિવાર વીરપુર પાસેથી પરત લઈ આવતાં તેણીએ આખી ઘટનાની આપવીતી વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસે આ બાબતે ગંભીરતા દાખવીને જેતપુરનાં મદદનીશ પોલીસ અધીક્ષક સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ્પેકટર વી.કે. પટેલ તથા પોલીસ સ્ટાફે તપાસનાં ચક્રો ગતિમાન કરીને આરોપીઓ પૈકીના ધવલ પારખીયા, ભાર્ગવ જોશી તથા પાર્થ છાંટબાર તથા ભાવેશ બુટાણી અને રોનક દોંગાને ઝડપી પાડ્યા છે.અથા બાકીના ૧ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(અહેવાલ: મયુર સરવૈયા-જેતપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here