ગરીબ અને ખેડૂત પરિવારની પુત્રી મહેનત અને દ્‌ઢ સંકલ્પથી આઈપીએસ બની

0
470

થરાદના વિભાગીય પોલીસ મથકમાં પ્રથમ મહિલા આઈપીએસ ઓફીસર પુજા યાદવની એએસપી તરીકેની નિમણુક થવા પામી હતી. મધ્યમ પરિવારમાંથી આવતાં હોવા છતાં પણ પૈસા કમાવવાના બદલે નાની ઉંમરમાં જ દેશસેવા કરવાની ખેવના જાગતાં કઠોર મહેનત અને દ્રઢ સંકલ્પ થકી તેમની તમન્ના પૂર્ણ પણ થઈ હતી. અને આઈપીએસના મહત્વ પુર્ણ હોદ્દા સાથે જોડાઇને તાલીમ બાદ પહેલું જ થરાદમાં પોસ્ટીંગ થયું હતું. વાતચીત દરમ્યાન હસમુખા અને મિલનસાર સ્વભાવ છતાં કાયદાના પાલનમાં જરા પણ કચાશ નહિ છોડવાની મક્કમતા ધરાવતા મહીલા અધિકારીની મહેનત અંગેની કેટલીક પ્રેરણાદાયી વાતો જાણવા મળી હતી. જેમાં આઈપીએસ ના પદ સુધી પહોંચવા માટે તેમણે જીવનમાં કરેલા સંઘર્ષો તથા પરિવારની ગરીબી અંગેની વાત વાગોળી એટલી જ નિખાલસતાથી જવાબો આપ્યા હતા.

તેઓ મુળ હરીયાણાના સોનીપતના વતની છે. ૨૯ વર્ષની વય ધરાવતાં પુજા યાદવે તેમનો શૈક્ષિણિક અભ્યાસ જૈન સ્કુલ સોનીપતમાં પુર્ણ કર્યા બાદ કુરૂક્ષેત્ર યુનિવર્સિટીમાંથી બાયો ટેકનોલોજીમાં B.TECH પુર્ણ કર્યું હતું. ત્યાર બાદ ફુડ ટેકનોલોજી અને મેનેજમેન્ટમાં B.TECH  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફુડ ટેકનોલોજી એન્ટરપ્રેનરશીપ એન્ડ મેનેજમેન્ટમાંથી પુર્ણ કર્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટીમાંથી ફોરેન એક્સચેંજ પ્રોગામમાં પસંદગી થઇ હતી. અને જેડ યુનિવર્સિટી, જર્મની અને કેનેડાના સાસ્કાચેવાન યુનિવર્સિટીમાં ગયા હતા. તેમણે ત્યાં P.H.D.. કરવાનું વિચાર્યું હતું. પણ દેશના વિકાસ માટે કામ કરવા માંગતાં હતાં. આથી તેમણે ૨૦૧૫માં તૈયારી શરૂ કરી અને ૨૦૧૭ UPSC  પરીક્ષામા આઈપીએસ સર્વિસ મેળવી હતી. આઈપીએસ બેચ ૨૦૧૮માં ૭૧ રેગ્યુલર ભરતી તરીકે તાલીમ લીધી હતી. પરિવારમાં એક મોટી બહેન છે, તેણી પરિણીત છે, અને એક નાનો ભાઈ જેણે હોટલ મેનેજમેન્ટ કર્યું છે. પિતા શહેરી વિકાસ મંત્રાલયમાં કેન્દ્રિય સરકાર, દિલ્હીમાં કારકુન હતા. જેઓ હવે નિવૃતી બાદ ખેતર સંભાળે છે. માતા ગૃહિણી છે.

પિતાજી ફક્ત કલાર્કની પોસ્ટ પર હોવાના કારણે ઓછી આવક વચ્ચે પિતા માટે ત્રણ બાળકોને ભણાવવાનું કઠીન હતું. જો કે તેમણે તેમ છતાં પણ સમયસર ફી આપી હતી. તેમના પગારમાંથી સૌથી પહેલાં તેમની ફી નિકળતી હતી. આથી પુજા યાદવને પોતાના પિતા માટે ભણવું જરૂરી હતું. તેમણે નાનપણમાં ખુબ જ ગરીબી જોઇ હતી. આથી B.TECH  પુર્ણ કર્યા પછી તેમણે જાતે જ પોતાના ભણવાનો ભાર સંભાળી લીધો હતો. તેઓ પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવી શકે તે માટે M.TECH વખતે કોલજેમાં કેટલોક સમય રીસેપ્શનનું કામ પણ સંભાળતી હતી. GATE પરિક્ષા કવોલીફાય કર્યા બાદ તેમને દર મહિને આઠ હજાર રૂપીયા સ્કોલરશીપ મળતી હતી. તેમાંથી તેમણે પોતાની GATE ની ફી નિકાળી હતી. જર્મની અને કેનેડા જઇને પણ થોડું ઘણું કામ ત્યાંની લેબમાં કર્યું હતું. તેનાથી પણ થોડી કમાણી થઇ હતી. પરંતુ તેમનાં માતાપિતાએ UPSCની તૈયારી કરવામાં ખુબ જ હયોગ કર્યો હતો.

હરિયાણામાં છોકરીઓનો જાતીદર ખુબ જ ઓછો છે. વળી છોકરીઓને આગળ વધવામાં પણ રોકવામાં આવે છે. આથી બીજા લોકો (સમાજ)ની મદદ ન હતી.પરંતુ પરિવારમાંથી પિતાજીએ તેમને ખુબ જ મદદ કરી હતી. જેના કારણે તેમને અને તેમના પરિવારને વારંવાર કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. તેમને લગ્ન કેમ નથી કરતા? કોઇ છોકરો નહી મળે અથવાUPSC ખુબ જ મુશ્કેલ છે. આ છોકરી પાસ નહી કરી શકે તેમ કહીને મનોબળ તોડવાના પણ પ્રયાસો કરવામાં આવતા હતા. બીજી બાજુ સંબંધીઓ તરફથી ઘણા માંગા પણ આવતાં હતાં. પરંતુ તેનો અસ્વીકાર કરતાં અનેક વખત મનમુટાવ પણ થતો રહેતો હતો. પરંતુ હિંમત હાર્યા વગર આ બધી બાબતોને નેગેટીવ લેવાના બદલે તેમણે પોઝીટીવ લીધું હતું. તો બીજી બાજુ તેમનાં માતાપિતાની હિંમત પણ કાબીલે તારીફ હતી. પુત્રી માટે તો એમણે જાણે આખા સમાજ સામે લડાઇ લડી હોય તેમ લાગતું હતું. આથી તેમણે માતાપિતા માટે અભ્યાસમાં પોતાનો જીવ જ રેડી દીધો હતો. અને આખરે જવલંત સફળતાનાં શિખરો પણ સર કર્યાં હતાં.

પુજા યાદવમાંથી પ્રેરણા લેવા જેવું કંઇ હોય તો તે તેમનો દેશપ્રેમ છે. રૂપીયા જ કમાવવા હોત તો તેણી ખાનગી સેક્ટરમાં પણ કામ કરી શકતી હતી. પરંતુ તેણીને દેશની પ્રગતિનો ભાગ બનવું હતું. આથી જ બધુ છોડીને ેંઁજીઝ્ર પાસ કર્યું હતું. તેમની ટ્રેનીંગ પંચમહાલ જીલ્લાના ગોધરામાં એસ.પી.લીના પાટીલના અંડર થઇ હતી. તેમની પાસેથી પણ ઘણુંબધું શીખવા મળ્યું હતું. ટ્રેનીંગ પુર્ણ થયા પછી તેમની પોસ્ટીંગ બનાસકાંઠા જીલ્લાના થરાદ વિભાગીય પોલીસ મથકમાં થવા પામી હતી. એક મહિલા હોવાના કારણે તેમને આઈપીએસ સુધી પહોંચવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમનો પરિવાર ઢાલ બનીને ઉભો હતો. જો કે આઈપીએસ બન્યા પછી તેમને મહિલા હોવાની કોઇ જ સમસ્યા નથી આવી. તેમના મતે અધિકારી એ અધિકારી જ હોય છે, પછી ભલે તે પુરૂષ હોય કે મહિલા હોય. તેમ છતાં પણ એક મહિલા હોવાના કારણે દેશની મહિલાઓને એક સંદેશ આપતા  આઈપીએસ પુજા યાદવે જણાવ્યું હતું કે પોતાની જાત પર ભરોસોં રાખો અને સપનાં દેખો તથા તેને પુરાં કરવાની કોશીશ કરો.

ઘણી બધી મહિલાઓ લગ્ન કરીને પોતાની જીંદગીને રોકી દે છે. પરંતુ એવું નથી હોતુ,તમે લગ્ન કર્યા પછી પણ સપનાં પુરાં કરી શકો છો. તેનું જવલંત ઉદાહરણ એ હતું કે તેમની બેચમાં પણ અનેક મહિલાઓ હતી કે તેમણે લગ્ન અને બાળકો થયા પછી પણ પરિક્ષા પાસ કરી હતી. અને તાલીમ પણ પુર્ણ કરી હતી. મહિલા હોવું એ નબળું નહી પણ મજબુત પાસું છે. ફક્ત સમાજ તમને નબળા સમજે છે તો તમે પોતાને નબળાં મત સમજો. કારણ કે જેટલી પણ મહિલાઓ લીડર બની છે તે બધીઓએ સાબિત કરી દીધું છે કે મહિલાઓ દેશને ચલાવવા માટે કે ખેલકુદમાં કે કોઇ પણ ફિલ્ડમાં કોઇથી કમ નથી. બસ પોતાના પર વિશ્વાસ હોવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here